બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delhi government has issued new guidelines as corona cases are declining

રાહત / દિલ્હીના લોકોને કોરોના પ્રતિબંધોમાંથી મળી મોટી રાહત, કેસો ઘટતાજ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

Ronak

Last Updated: 03:37 PM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કેસ ઘટતા દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. દિલ્હીમાં હવે વિકેન્ડ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે . ઉપરાંત થિયટરો પણ 50 % ક્ષમતા સાથે શરૂ કરવાની છૂટ આપી છે.

  • દિલ્હીના લોકોને કોરોના પ્રતિબંધોથી મળી મોટી રાહત 
  • કેસ ઘટના સરકારે વિકેન્ડ કર્ફ્યુ હટાવામાં આવ્યો 
  • થિયટરો પણ હવે 50 ટકા ક્ષમતા સાથે ખુલશે 

દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થતાજ કેજરીવાલ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે ગાઈડલાઈનમાં સરકાર દ્વારા ઘણા પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. જેના કારણે દિલ્હી વાસીઓને મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાય સમયથી દિલ્હીમાં સતત કેસ વધી રહ્યા હતા જેથી સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લગાવામાં આવ્યા હતા પરંતુ હવે સરકારે મોટી રાહત આપી છે. 

છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મોત

કેજરીવાલની સરકાર દ્વારા દિલ્હીમાં વિકેંડ કર્ફ્યું હટાવી દેવામાં આવ્યો છે. સાથેજ  થિયટરો પણ 50 ટકા ક્ષમતા સાથે હવે ખોલવામાં આવશે. દિલ્હીમાં હવે કેસો એકંદરે ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 7498 કેસ નોંધાયા છે સાથેજ છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે.

રાત્રી કર્ફ્યું યથાવત રહેશે 

કોરોનાના ઘટતા કેસની સાથે સાથે દિલ્હીમાં પ્રતિબંધો પણ ઓછા કરવામાં આવે તેવી માગ ઉઠી હતી. જેથી DDMAની ખાસ બેઠક યોજાઈ હતી જે બેઠકમાં પ્રતિબંધો હટાવાના નિર્ણય લેવામાં આવ્યા જેમા વિકેન્ડ કર્ફ્યું હટાવા સહિતના મોટા નિર્ણય લેવામાં આવ્યા જોકે નાઈટ કર્ફ્યુ રાતના 10 થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રહેશે. 

લગ્નમાં 200 લોકો હાજર રહી શકશે 

લગ્ન પ્રસંગમાં પહેલા માત્ર 15 લોકોને શામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે હવે અહીયા લગ્ન પ્રસંગમાં 200 લોકો શામેલ થઈ શકશે. સિનેમા હોલ પણ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે માત્ર 50 ટકા ક્ષમતા સાથેજ સિનેમા હોલને ખોલી શકાશે. પરંતુ સ્કૂલ કોલેજો બંધ રહેશે અને રાત્રી કર્ફ્યુંને યથાવત રાખવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ