બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / delhi court grants divorce of indian cricketer shikhar dhawan and wife aesha mukerji

Shikhar Dhawan Divorce / પત્ની આયશાથી અલગ થયો શિખર ધવન, લીધા ડિવોર્સ, જુઓ પુત્રની કસ્ટડીને લઇ શું નિર્ણય લેવાયો

Arohi

Last Updated: 08:49 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shikhar Dhawan Divorce: શિખર ધવને પોતાની પત્ની આયશા મુખર્જી સાથે ડિવોર્સ લઈ લીધા છે. ધવને 2012માં આયશા સાથે લગ્ન કર્યા અને લગ્નના 11 વર્ષ બાદ બન્ને અલગ થઈ ગયા છે.

  • પત્ની સાથે શિખર ધવને લીધા ડિવોર્સ 
  • લગ્નના 11 વર્ષ બાદ બન્ને થયા અલગ 
  • પટિયાલા ફેમિલી કોર્ટે ડિવોર્સને આપી મંજૂરી 

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેમને વનડે વર્લ્ડ કપ માટે પણ ભારતીય ટીમમાં જગ્યા નથી મળી. હવે ધવનની પત્ની આયેશા મુખર્જી સાથે તેના ડિવોર્સ થઈ ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ પરિસરની ફેમિલી કોર્ટે ડિવોર્સને મંજૂરી આપી દીધી છે. તેના ઉપરાંત કોર્ટે ધવનને દિકરાને મળવાની મંજૂરી પણ આપી છે. 

શિખર ધવનના પત્ની સાથે ડિવોર્સ 
ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે ડિવોર્સ અરજી સ્વીકાર કરી લીધી છે અને શિખર ધવન દ્વારા પોતાની વાઈફ આયશા મુખર્જી પર લગાવેલા બધા જ આરોપ સ્વીકાર કર્યા છે. આરોપ એ આધાર પર સ્વીકાર કરવામાં આવ્યા છે કે પત્ની આરોપોનો વિરોધ કે પોતાનો બચાવ કરવામાં અસફળ રહી. 

જજે એમ પણ માન્યું છે કે આયશાએ ધવનને પોતાના પુત્રથી અલગ રહેવા માટે મજબૂર કરીને માનસિક પીડા આપી. હવે દિકરો કોની સાથે રહેશે કોર્ટે તેના પર કોઈ આદેશ નથી આપ્યો. પરંતુ સાથે જ એવું પણ માન્યું છે કે ધવન ભારત અને ઓસ્ટ્રેલિયામાં એક ઉચિત સમય માટે દિકરાને મળી શકે છે અને વીડિયો કોલ પર વાત કરી શકે છે. 

2012માં થયા હતા લગ્ન
શિખર ધવને આયશા મુખર્જી સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. તે ધવનથી 10 વર્ષ મોટી છે અને તેના આ બીજા લગ્ન છે. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન સાથે થયા હતા. જેનાથી તેની બે દિકરીઓ છે. ધવન-આયેશાનો એક દિકરો ઝોરાવર છે. બન્નેની મુલાકાત ફેસબુક પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. પથી બન્નેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો અને બન્નેએ લગ્ન કરી લીધા. 

સંકળાયેલા મુદ્દાઓ

Aesha Mukerji Delhi Court Indian cricketer Shikhar Dhawan divorce શિખર ધવન Shikhar Dhawan Divorce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ