બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / delhi cm arvind kejriwal third wave of corona

ચિંતા / દેશના આ રાજ્યમાં કોરોનાના ત્રીજી લહેર જોવા મળતા ચિંતા વધી, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક

Kavan

Last Updated: 02:46 PM, 4 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના સંકટ વધુને વધુ ઘેરાઇ રહ્યું છે. જો કે, છેલ્લા 45 દિવસની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ સાથે જ કોરોનાથી થતો મૃત્યુદર પણ ઘટી ગયા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ફરીવાર કોરોનાના કેસોએ માથું ઉંચકતા ચિંતા વધી છે અને સરકાર પણ સતર્ક બનીને યોગ્ય કાર્યવાહી કરવા કમર કસી છે.

  • દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર
  • રાજ્ય સરકારે બોલાવી બેઠક
  • સ્વાસ્થ્ય મંત્રીએ કન્ટેન્ટમેન્ટ ઝોન વધારવાની કરી વાત 

ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાનીમાં ફરી એકવાર ફરી કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. મંગળવારે અહીં 6725 કેસ આવ્યા હતા. જે બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે દિલ્હીમાં કોરોનાની સંક્રમણની ત્રીજી લહેર આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. 

દિલ્હીમાં કોરોનાની સંક્રમણની ત્રીજી લહેર

તેમણે કહ્યં કે અમે હવે અગ્રેસિવ રીતે ટેસ્ટિંગ કરવાનું શરુ કર્યું છે જે બાદ આંકડા વધતા નજર આવી રહ્ય છે. તેમણે કહ્યું કે આ પહેલા કન્ઝસ્ટડ વિસ્તારમાં ફેલાયેલો હતો. પરંતુ હવે આ અપર ક્લાસમાં પણ આવી ગયો છે. ત્યારે અપર ક્લાસના લોકો ખાનગી હોસ્પિટલો વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે બેડ ભરાઈ ગયા છે.

arvind kejriwal govt admitted the third wave of corona infection has come to delhi nodak

સ્વાસ્થ્ય મંત્રીએ કન્ટેન્ટમેન્ટ ઝોન વધારવાની કરી વાત 

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કન્ટેન્ટમેન્ટ ઝોન વધારવામાં આવી રહ્યા  છે. ત્યારે જો 3-4 કેસ પણ છે તો ત્યાં કન્ટેનમેન્ટ જોન બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા બેડ રિઝર્વ કર્યા હતા જેના પર  હઈકોર્ટે મનાઈ ફરમાવી છે. હવે અમે સુપ્રીમ કોર્ટ જઈશું. ત્યારે થોડા સમય પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રાજધાનીમાં કોરોનાનો સૌથી ખતરનાક સમય આવવાની શક્યતા વ્યક્ત કરી છે. એક્સપર્ટ કમિટીના હવાલાથી જૈને કહ્યું હતું કે આવનારા દિવસોમાં બહું સાવધાનીની જરુર છે.

પોઝિટિવિટી રેટમાં થયો ફરી વધારો 

જોકે સ્વાસ્થ્ય  મંત્રીએ વધતા પોઝિટિવિટી રેટ પર કહ્યું કે જે લોકો નિયમોનું પાલન નહીં કરી શકતા તેમને દંડવામાં આવી રહ્યા છે. ઘણી કડકાઈ વર્તી રહ્યા છીએ. પરંતુ ઘણા લોકો એક બીજાને મળી રહ્યા છે. કોઈ પણ પોઝિટિવ આવે છે તો તેના તમામ કોન્ટેક્ટને ટ્રેસ કરવામાં આવે છે. જે તેના કોન્ટેક્ટમાં છે તે તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એક પરિવારમાં કોઈ એક પોઝિટિવ આવે તો પુરા પરિવારને ઘરે રાખવામાં આવે છે. તેમના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ઘણા લોકો પોઝિટિવ આવી રહ્યા છે. તો તેના કારણે પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે. ગ્રુપમાં વધારે પડતા લોકો પોઝિટિવ આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ