બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dedyapada court grants 3-day remand of MLA Chaitar Vasava after surrender

BIG NEWS / સરેન્ડર બાદ ડેડીયાપાડા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Priyakant

Last Updated: 01:26 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLA Chaitar Vasava Latest News: પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

  • ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનુ સરેન્ડર
  • ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાયા  
  • રાજપીપળાથી પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કર્યા 
  • પોલીસ દ્વારા ચૈતર વસાવાના દીવસના 14 રિમાન્ડ માંગ કરાઇ 
  • કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

MLA Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડીયાપાડા કોર્ટમાં લઈ જવાયા હતા. મહત્વનું છે કે, રાજપીપળા LCB દ્વારા ચૈતર વાસાવાની પૂછપરછ કરાઈ હતી. જે બાદમાં પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેઓ એક મહિનાથી ફરાર હતા. જોકે ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. 
 
ગઈકાલે કર્યું હતું સરેન્ડર 
છેલ્લા એક મહિના જેટલા સમયથી ફરાર ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ગઈકાલે બપોરના સમયે પોલીસ સમક્ષ હાજર થયા હતા. નોંધનિય છે કે, MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં હવે કાલે ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જોકે સરેન્ડર પહેલા તેમણે વીડિયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાની વાત પણ કરી હતી. 

આગોતરા જામીન પણ ફગાવાઈ હતી 
ચૈતર વસાવા છેલ્લા 1 માસ 9 દિવસથી ભુગર્ભમાં હોવાની ચર્ચા વચ્ચે હાઇકોર્ટે અગાઉ ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. આ તરફ ચૈતર વસાવાના સરેન્ડરને લઈ નર્મદા પોલીસે તમામ ચેક પોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો અને સઘન તપાસ પણ હાથ ધરી હતી. હાજર થવાની માહિતી મળતાં ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. ડેડીયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.

જાણો શું હતો સમગ્ર મામલો ? 
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ