બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Dang Darbar Fair, which has been celebrating 116 years and unites millions of tribals, Governor Acharya Devvarta inaugurated

હોળી / 116 વર્ષથી ઉજવાતો લાખો આદિવાસીઓને જોડતો ડાંગ દરબારનો મેળો શરૂ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી હાજરી

Vishnu

Last Updated: 12:13 AM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

116 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 4 દિવસ સુધી ચાલશે, જેમાં આજે પ્રથમ દિવસે ડાંગ ના પાંચ ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેંશન આપવામાં આવ્યું હતું.

  • ડાંગ દરબાર આજે ખુલ્લો મૂકાયો
  • આચાર્ય દેવવ્રતે મૂક્યો ખુલ્લો
  • 5 રાજાઓને શુભેચ્છા પણ પાઠવી

આદિવાસીઓનો મુખ્ય તહેવાર ડાંગ દરબાર આજે ખુલ્લો મૂકાયો છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ડાંગ દરબાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી રાજાની શાહી સવારીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રાજાઓની આ શાહી સવારી આહવા નગરના મુખ્ય માર્ગ પરથી રંગઉપવને પહોચી હતી. જ્યાં રાજ્યપાલે પાંચેય રાજાઓને સાલ પહેરાવી જાહેર સન્માન કર્યું હતું. જે બાદ રાજકીય સાલીયાણા પેટે નિશ્ચિત કરેલી રકમ અર્પણ કરી હતી.

શાહિ સવારી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 
આદિવાસી ઓના મુખ્ય તહેવાર હોળી પૂર્વે યોજાતા ડાંગ દરબારની આજે રંગારંગ શરૂઆત થઈ છે, મહામહિમ રાજ્યપાલ રાજ્યના મંત્રીના હસ્તે ડાંગ દરબાર ખુલ્લો મુકવામાં આવ્યો છે, આહવા કલેકટર કચેરી ખાતે સવારે ૦૮.૩૦ કલાકે વહીવટી તંત્ર દ્વારા પાંચ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી કલકેટર દ્વારા ઢોલ નગારા વગાડી લીલી ઝંડી બતાવી રાજા ઓની સાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી,  રાજવીઓની શાહિ સવારી  શોભાયાત્રા રૂપે કલેકટર કચેરી ખાતેથી નીકળી જેમાં જુદાજુદા પ્રદેશ માંથી આવેલ કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય સાથે સ્થાનિક આદિવાસી ડાંગી નૃત્ય મંડળીઓ દ્વારા રાજુ કરાયેલ ઝાંખીએ લોકોનું મનોરંજન કર્યું હતું, શોભા યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી  રંગઉપવને પહોચી હતી, જ્યાં રાજ્યપાલે ડાંગના પાંચ રાજાઓને સાલ પહેરાવી જાહેર સન્માન કર્યું હતું, અને રાજકીય સાલીયાણા પેટે નિશ્ચિત કરેલ રકમ આપી હતી, બદલામાં રાજાઓએ પણ અતિથિ દેવોભવ કહી રાજ્યપાલનું સાફો પહેરાવી આદિવાસી ઓળખ એવું ધનુષબાણ આપી સ્વાગત અને સન્માન કર્યું હતું. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શું કહ્યું?
ગુજરાતના ડાંગ જિલ્લામાં યોજાયેલા પરંપરાગત ડાંગ દરબારમાં આ રાજ્યના પાંચ પૂર્વ રાજાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સંપદાથી સંપન્ન ડાંગના આદિવાસી ભાઈઓ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. ડાંગને સંપૂર્ણ કુદરતી કૃષિ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

 

મંત્રી નરેશ પટેલે પણ આપી હાજરી 
ડાંગ દરબારમાં મંત્રી નરેશ પટેલે રાજાઓનો ગૌરવશાળી ઇતિહાસ કહેતા હતા રાજાઓના શૌર્ય ની વાતો કરી હતી જ્યારે રાજ્યપાલે ડાંગ દરબારના ઇતિહાસ સાથે ડાંગ જિલ્લાને સમગ્ર દેશમાં સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવા માટે લોકોને શુભેચ્છા પાઠવી હતી, રાજ્યપાલે ગ્લોબલ વોર્મિંગ ને કારણે પશુ પક્ષી અને ખેતી ને થનારા નુકશાન ની ચિંતા વ્યક્ત કરતા,  ડાંગ ના ખેડૂતો નો પ્રાકૃતિક ખેતી કરવા માટે અને આરોગ્યપ્રદ અનાજ ઉતપન્ન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સ્વદેશી ઉત્પાદનો ને અપનાવી તેનો ઉપયોગ કરવા લોકોને ભલામણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ