બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાલોને નુકસાન, વીજપોલ ધરાશાયી, ગુજરાતમાં અહીં મીની વાવાઝોડાંએ વર્તાવ્યો 'કાળો કહેર'

photo-story

5 ફોટો ગેલેરી

તબાહી / દિવાલોને નુકસાન, વીજપોલ ધરાશાયી, ગુજરાતમાં અહીં મીની વાવાઝોડાંએ વર્તાવ્યો 'કાળો કહેર'

Vishal Dave

Last Updated: 11:25 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમરેલીમાં ગઈકાલે રવિવારે રાત્રે વરસાદ સાથે વાવાઝોડા જેવું પવન ફૂંકાતા અનેક જગ્યાએ પતરા ઉડી ગયા છે, ઘરો પડી ગયા છે, ક્યાંક દીવાલ પડી ગઈ છે. આવામાં ખેડૂતોને મોટાપાયે નુકસાની પહોંચી છે, જ્યારે ઘરના પતરા ઉડી જતાં લોકોએ ખુલ્લા આકાશ નીચે રાત વીતાવી હતી.

1/5

photoStories-logo

1. મીની વાવાઝોડું

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં ગઈ મોડી રાત્રે મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન વાવાઝોડું ફૂંકાયું હતું. જેના પગલે ગ્રામજનોના જીવ તાળવે ચોટ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તારાજી

ગુજરાત પરથી પસાર થઈ રહેલી વરસાદી સિસ્ટમે ભારે તારાજી સર્જી છે. મજબૂત વરસાદી સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની સાથે ભારે પવન ફૂંકાતા ભારે નુકસાની થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નુકસાન જ નુકસાન

વાવાઝોડાના કારણે અનેક મકાનોને ભારે નુકસાન થયું. વીજપોલ ધરાશાયી થતાં ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત, દીવાલો અને અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જ્યારે કાચા મકાનોના નળિયા ઉડી ગયા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રોષ

આટલી મોટી તારાજી સર્જાવા છતાં, અધિકારીઓ કે રાજકીય નેતાઓએ ગામની મુલાકાત લીધી નથી કે ગ્રામજનોના ખબર અંતર પૂછ્યા નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.​​​​​​​

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. છત છીનવાઇ

દલખાણીયા ગામના સરપંચ પ્રતિનિધિ હસમુખભાઈ સાવલિયાએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ચાર-પાંચ જર્જરીત મકાનો પડી ગયા, વીજપોલ ધરાશાયી થયા અને છાપરા ઉડી ગયા. ખેતીવાડીમાં પણ સંપૂર્ણ નુકસાન થયું છે, પાથરા અને પશુઓનો ઘાસચારો પણ તણાઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cyclonic Storm Gujarat Rain Dalakhaniya Village
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ