બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Damage to agricultural crops due to spraying of medicine for burning grass in JETCO sub station near Mansar village of Morbi.

કોણ જવાબદાર? / મોરબી: જેટકો સબ સ્ટેશનમાં પ્રતિબંધિત દવાનો છંટકાવ, આસપાસમાં 300થી 400 વિઘામાં ખેડૂતોનો પાક દાઝી ગયો, હાથ કર્યા અધ્ધર

Dinesh

Last Updated: 06:22 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News : માનસર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાં ઘાસ બાળવા માટે દવાનો છંટકાવ કરવાથી આસપાસની 350થી 400 વીઘા જેટલી જમીનમાં કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન થયાનો આક્ષેપ

  • મોરબીના માનસર ગામના ખેડૂતોનો વિરોધ
  • જેટકોએ નિંદામણનાશક દવા છંટકાવથી પાકને નુકસાન
  • 300થી 400 વિઘામાં પાકને નુકસાનનો આક્ષેપ


Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માનસર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાં ઘાસ બાળવા માટે દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે આસપાસની 350થી 400 વીઘા જેટલી જમીનમાં કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

પાકમાં નુકશાન થયાનો આક્ષેપ
ચોમાસામાં સારો વરસાદ થતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, જો કે, સારા વસાદના પગલે ખેડૂતોને પણ આશા છે કે સારા પ્રમાણમાં પાક થશે. જો કે, આ બધાની વચ્ચે માનસર ગામ પાસે આવેલ જેટકો કંપનીના 400 કેવી સબ સ્ટેશનમાં ઘાસ બાળવા માટે કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

350થી 400 વીઘા જેટલી જમીનમાં ઉભા પાકને નુકસાન 
માનસર ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં કપાસનો વાવેતર કરી પાક તૈયાર કરવામાં આવ્યું હતું. કેટલાક ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોઈ દાડમના પાકમાં પણ નુકસાન થયું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ સબ સ્ટેશનની બાજુમાં આવેલ 350થી 400 વીઘા જેટલી જમીનમાં ઉભા પાકને નુકસાન થયું છે, જે ખેતી પાકમાં એક મહિનાથી ગ્રોથ રોકાઈ ગયો છે. આ વર્ષે ખેડૂતોને તેમના ખેતરમાંથી એક રૂપિયાની આવક નહીં થાય અને હાલમાં ખેતરમાં ઉભા પાક ઉપર રોટાવેટર મશીન ફેરવવું પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ
એક બાજુ સરકાર ખેડૂતોને આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી બાજુ સરકારી કંપની એટલે કે જેટકો દ્વારા પોતાની પ્રીમાઈસીસમાં ઊગી નીકળેલા ઘાસને બાળવા માટે જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોના પાકને નુકસાન થયું હોવા છતાં તેઓને હજુ સુધી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યો નથી. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરીને જે નુકસાન થયું છે તે અંગે વળતર ચૂકવવા માંગ  કરવામાં આવી રહી છે. જોકે આ બાબતે જેટકો કંપનીના સ્થાનિક એક્ઝિક્યુટિવ ઇજનેરનો સંપર્ક કરતા તેમણે કશું જ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ