ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dalit leaders opened a front against MLA Jignesh Mevani, the case reached an amnesty

નારાજગી / ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ દલિત અગ્રણીઓએ ખોલ્યો મોરચો, મામલો માફી સુધી પહોંચ્યો

Published By: Vishal Khamar

Last Updated: 05:15 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લીધે સ્થાનિક ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે

ADVERTISEMENT

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજકારણમાં ગરમાવો
  • કોંગ્રેસના ધારાસભ્યના નિવેદન બાદ ખેડૂતોમાં નારાજગી
  • રાજકીય પક્ષો પોતાના લાભ માટે લોકો આપી રહ્યા છેઃખેડૂતો

વડગામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સમર્થકો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ક્યારે નાખો છો તેવી માંગ કરી હતી? જોકે વડગામમાં આવેલી કોલેજને ગ્રાન્ટેડ કરવાની લઈને પણ જીગ્નેશ મેવાણી એ નિવેદન કર્યું હતું જેની વિપરીત અસર વડગામ તાલુકાના આગેવાનોમાં પડી છે અને આગેવાનો આ જીગ્નેશ મેવાણીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.

ભવિષ્ય ને લઇ કોલેજ ને ગ્રાન્ટેડ બનાવવા સરકાર કટિબદ્ધ છેઃઅગ્રણીઓ

યુ એચ કોલેજ ની પ્રક્રિયા ટ્રસ્ટીઓ દ્વારા ગ્રાન્ટેબલ કરવાની થઈ ગઈ છે અને ગ્રાન્ટેબલ થવાની તૈયારી છે.સરકારે ખાતરી આપી છે.કોલેજ માં સર્વ સમાજ ના વિધાયાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.ત્યારે સરકારે બાળકો નાં ભવિષ્ય ને લઇ કોલેજ ને ગ્રાન્ટેડ બનાવવા સરકાર કટિબદ્ધ છે.  ત્યારે જીગ્નેશ મેવાણીના નિવેદન નો વડગામના અગ્રણીઓ વિરોધ કરી રહ્યા છે અને રાજકીય પક્ષો નાં નેતા આ બાબતે કોઈ નિવેદન નાં આપે તેવું આગેવાનો ઈચ્છી રહ્યા છે

સરકારે ડેમમાં પાણી નાંખવા 750 કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી આપી હતીઃખેડૂતો
બીજી તરફ મુક્તેશ્વર ડેમ તેમજ કર્માવાદ તળાવ  માટે ખેડૂતોએ આંદોલન કર્યું હતું..હજારો ખેડૂતો એ રેલી યોજી હતી. ત્યારબાદ સરકારે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે 750 કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી આપી હતી .સરકારે ખેડૂતો નાં હિત માં પાણી માટે ની યોજના માટે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે..જેને લઈને વડગામ તાલુકાના ખેડૂતોને પ્રજા પણ ખુશ હતી.

રાજકીય પક્ષોનાં પોતાનો લાભ લેવા નિવેદનો આપી રહ્યા હોવાનો આક્ષેપો 

પરંતુ વડગામ વિધાનસભા જીત્યા બાદ બીજા જ દિવસે જીગ્નેશ મેવાણીએ કર્માવત અને મુક્તેશ્વરને મામલે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ખેડૂત આગેવાનોને કહેવું છે કે આ પ્રકારના રાજકીય નેતાઓના નિવેદનથી કામ થતું અટકે છે.. સરકારે ખેડૂતો માટે યોજના બનાવી છે.પૈસા મંજૂર કર્યા છે. સરકાર કામ કરવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે રાજકીય પક્ષોનાં લોકો પોતાનો લાભ લેવા આવા નિવેદનો આપી રહ્યા હોવાના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. ખેડૂતો આગેવાનોનું કહેવું છે કે આ મુદ્દાઓને લઇ કોઈ પણ પક્ષ નિવેદન ન કરે તેવું આગેવાનો અને ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Dalit Jignesh Mevani statement જીગ્નેશ મેવાણી નિવેદન Jignesh Mevani

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ