બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / cyclone Tauktae will going to slow down in evening says NDRF DG

રાહત / ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો, સાંજ સુધીમાં ધીમુ પડશે વાવાઝોડુ: જુઓ કોણે આપ્યા રાહતના સમાચાર

Published By: Arohi

Last Updated: 12:15 PM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડા પર NDRFના DG એસ.એન. પ્રધાનનું નિવેદન, ગુજરાતની સ્થિતિ હવે ખતરાથી બહાર છે

  • ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો
  • NDRFના DGએ આપી માહિતી
  • સાંજ સુધીમાં ધીમુ પડશે વાવાઝોડુ

વાવાઝોડાને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત હવે વાવાઝોડાના ખતરાથી બહાર આવી ગયું છે. NDRFના DG એસ.એન. પ્રધાને આ વિષે જણાવ્યું કે, ગુજરાતમાં પવનની ગતિ ધીમી પડી છે સાથે જ વરસાદ પણ ઓછો થયો છે. સાંજ સુધીમાં વાવાઝોડુ ડિપ્રેશનમાં બદલાઇ જશે. માટે ગુજરાતની સ્થિતિ હવે ખતરાથી બહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાનમાં થોડો વરસાદ થશે પણ તે ખતરાથી બહાર છે. ગુજરાતમાં વાવઝોડાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

ગુજરાત પર ત્રાટક્યું તૌકતે 
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે. 

 

દીવ આખામાં દરિયાનું પાણી ઘૂસ્યુ 
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. 

મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ
વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ , ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 6 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન 
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone NDRF tauktae cyclone તૌકતે વાવાઝોડુ Tauktae

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ