ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Cyclone Tauktae live news Update, know how far Tauktae from Gujarat
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ ભાવનગરમાં રસીકરણ પ્રભાવિત થયું છે. ભાવનગરમાં 17 અને 18 મેના દિવસે રસીકરણનો કાર્યક્રમ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભાવનગર મનપા કમિશનરે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. શહેરમાં વાવાઝોડાની સંભવિત અસરોને લઈ 2 દિવસ રસીકરણ બંધ રહેશે.
જાણો કેટલું દૂર છે વાવાઝોડું
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બનવાની સાથે સાયકલોનીક સ્ટોર્મ હવે સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં બદલાયું, 13 કિમિની ઝડપથી દરિયામાં આગળ વધી રહ્યું છે તૌકતે, હાલ વાવાઝોડું પંજીમ-ગોવાથી 220, મુંબઈથી 590 અને વેરાવળથી 820 કિમી દૂર છે.
મુંબઈમાં કોરોના દર્દીઓને ખસેડાયા
ADVERTISEMENT
ગુજરાતની સાથે મુંબઈ પર પણ તૌકતે વાવાઝોડાની અસરની સંભાવનાને લઈ BMCએ 580 જેટલા કોરોનાના દર્દીઓને જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. આ દર્દીઓને દહિસર, બીકેસી અને મુલુંડ જંબો સેન્ટરમાંથી સુરક્ષિત સ્થળ પર ખસેડાયા છે. જેમાં દહિસરથી 183 દર્દી, બીકેસીથી 243 અને મુલુંડથી 154 દર્દીઓને ખસેડાયા છે. હવામાન વિભાગે વાવાઝોડાના કારણે 80 કિમી પ્રતિ કલાક રફતારથી ચાલતી હવાઓને લઈ ચેતવણી આપી છે. સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ