બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cyclone 'Mocha', which has turned into a storm, threatens India: Alert issued in Bengal, torrential rains with thunderstorms in Kolkata

એ..આવ્યું.. / તોફાનમાં ફેરવાયેલા ‘મોકા’ ચક્રવાતથી ભારતને ખતરોઃ બંગાળમાં એલર્ટ જારી, કોલકાતામાં આંધી-તોફાન સાથે ધોધમાર વરસાદ

Pravin Joshi

Last Updated: 10:18 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોકા’ ચક્રવાતથી ભારતને હજુ પણ ખતરો છે. ચક્રવાતી અસરના કારણે કોલકાતામાં આંધી-તોફાન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી કરાયું છે.

  • મોકા ચક્રવાતથી ભારતને હજુ પણ ખતરો 
  • કોલકાતામાં તોફાન સાથે ધોધમાર વરસાદ 
  • પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી દેશભરમાં સતત આકરી ગરમી પડી રહી છે. રાજધાની દિલ્હી સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં સવારથી રાત સુધી લોકો ગરમ પવનોનો સામનો કરી રહ્યા છે. દેશના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગરમીના કહેર વચ્ચે દેશના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે. તોફાનમાં ફેરવાયેલા ‘મોકા’ ચક્રવાતથી ભારતને હજુ પણ ખતરો છે. ચક્રવાતી અસરના કારણે કોલકાતામાં આંધી-તોફાન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી કરાયું છે.

તેજીથી આવી રહ્યું છે Cyclone Mocha ! આ તારીખે તોફાની ગતિની શક્યતા, IMDએ  જાહેર કર્યું ઍલર્ટ | Cyclone Mocha Coming Soon! Chance of stormy motion on  this date

અનેક વિસ્તારોમાં કાલે વાવાઝોડા અને હળવા વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ 40-50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યાર બાદ  વરસાદ પડવાની સંભાવના છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. રાજ્યના ભરતપુર, બિકાનેર, દૌસા, જેસલમેર, નાગૌર, ચુરુ, સીકર, શ્રીગંગાનગર, હનુમાનગઢ જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં કાલે વાવાઝોડા અને હળવા વરસાદની સંભાવના છે.

જાણો કેટલું ખતરનાક હશે ચક્રવાત 'મોચા'! કેવી રીતે પડ્યું નામ, શું છે અર્થ?  જાણો તમામ વિગત | Cyclone Mocha storm formed over bengal heavy rain expected

આગામી ચાર દિવસ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા

આગામી ચાર દિવસ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાત સ‌િહત ઘણાં રાજ્યોમાં હીટવેવનું એલર્ટ છે. પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અરુણાચલ પ્રદેશનાં અલગ અલગ સ્થળોએ તેમજ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં  ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢના ઊંચાણવાળા પહાડી વિસ્તારોનાં કેટલાંક સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશના નંદગાંવ, બરસાના, રૈયા, મથુરા, પિલાની, ‌િભવાડી, તિજારા, ખૈરથલ, કોટપુતલી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

ખતરનાખ બની શકે છે મોચા વાવાઝોડું, હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી, 150  Kmphની ઝડપે ફુંકાઈ શકે છે પવન / Cyclone Mocha May Be Dangerous: IMD Says  Winds Upto 150 Kmph, Landfall Not Known

પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભમાં હીટવેવની સંભાવના

આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ભારતના ઘણા ભાગોના મહત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થશે. આજે પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભમાં હીટવેવની સંભાવના છે. ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં આજે હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. ભેજવાળી હવા અને ઊંચા તાપમાનના કારણે આજે કોંકણ અને ગુજરાતના દરિયાકાંઠાએ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી ર૪ કલાક દરમિયાન ઓડિશાના જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.  સુંદરગઢ, ઝારસુગુડા, સંબલપુર, સોનપુર અને બોલાંગીર જિલ્લાનાં કેટલાંક સ્થળોએ હીટવેવ માટે એલર્ટ જારી કરાયું છે. મહારાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ