બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Cyclone Mocha hits Bangladesh threatens to sink islands

વિનાશ / મોકા વાવાઝોડું બાંગ્લાદેશમાં ત્રાટક્યું,મ્યાંમારમા અતિભારે વરસાદ પવનની ગતિ 250 કિમી પ્રતિ કલાકની,આઇલેન્ડ ડૂબવાનો ભય

Kishor

Last Updated: 05:17 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોકા બાંગ્લાદેશમા ટકારાયું છે. તો મોકાની અસરને પગલે મ્યાનમારના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી રહ્યો છે. હાલ આગમચેતીના ભાગરૂપે એરપોર્ટ બંધ કરાયા છે અને માછીમારોને પણ દરીયો ન ખેડવા સુચના અપાઈ છે.

  • ચક્રવાત મોકાએ ઠેર ઠેર વિનાશ વેર્યો
  • બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું મોકા
  • 250 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ભીતિ

ચક્રવાત મોકાએ ઠેર ઠેર વિનાશ વેર્યો છે અને હવે તે બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું છે. જેની અસર મ્યાનમારમા જોવા મળી રહી છે. આથી ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી રહ્યો છે. 195 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને હજુ પણ તેમાં વધારો થઈ અને 250 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચવાની હવામાન વિભાગ દ્વારા ભીતિ સેવાઇ રહી છે. સાથે સાથે બાંગ્લાદેશ હવામાન વિભાગે આવું પણ કહ્યું છે કે મોકા છેલ્લા 20 વર્ષમાં દેશમાં ટકરાનારૂ સૌથી પ્રચંડ તાકાતવર તોફાન પણ બની શકે છે. પરિણામે દેશનો કોરલ આઇલેન્ડ સેન્ટ માર્ટિન પર ડૂબી જવાનું જોખમ મંડરાઇ રહ્યું છે.

8 NDRFની ટીમ અને 200 કર્મીઓ તૈનાત

બીજી તરફ મોકાને લઇને તંત્ર એલર્ટ બન્યું છે અને એરપોર્ટ તાબડતોબ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશને એવી પણ ભીતી દર્શાવી છે કે જો વાવાઝોડાને પગલે ભૂસ્ખલન થાય તો બાંગ્લાદેશ મ્યાનમાર સરહદ પર આવેલ રોહિંગ્યા શરણાર્થી શિબિરને મોટા પાયે અસર થઈ શકે તેમ છે. નોંધનીય છે કે શિબિરમાં લગભગ 8,80 લાખ રોહિંગ્યા રહે છે. જેમાંથી 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. હાલમાં વાવાઝોડું ઉત્તર, ઉત્તર પૂર્વ તરફ આગળ વધતું હોવાથી અંદમાન, નિકોબાર, પશ્ચિમ બંગળ અને ઓડિસ્સામા એલર્ટ જાહેર કરાયા છે અને 8 NDRFની ટીમ અને 200 કર્મીઓ તૈનાત કરાયા છે.

 

ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી ભીતિ

ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવાયેલ વિગત અનુસાર 6 કલાકમાં 15 કિ.મીની પ્રતિ ઝડપે આગળ વધતું આ તોફાન 14 મેના રોજ બાંગ્લાદેશના ફોક્સ બજાર અને મ્યાનમારના ક્યુકપ્યુંને પાર કરી શકે છે. વધુમાં પવનની ઝડપ 150 થી થી 175 હોવાની શકયતા દર્શાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ