જામનગરની પીએમ મોદીની રેલીમાં સંબોધન દરમિયાન લોકોએ પોતપોતાના મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરી હતી.
પીએમ મોદીએ જામનગરમા ચૂંટણી સભાને સંબોધી
લોકોએ તેમના મોબાઈલથી ફ્લેશલાઈટ ચાલુ કરી
રેલીમાં બેઠેલા બધા લોકોએ કર્યું આવું
પીએમ મોદીએ જામનગરી જામનગરમાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમની રેલીમા સેંકડો લોકો આવ્યા હતા અને તેમને સાંભળ્યાં હતા. આ દરમિયાન રાત હોવાથી લોકોએ તેમના ભાષણ દરમિયાન પોતપોતાના મોબાઈલ કાઢીને ફ્લેશલાઈટ ચાલુ કરી હતી અને મોબાઈલને હાથથી હલાવ્યો હતો અને તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. આ પહેલા 10 ઓક્ટોબરે પીએમ મોદી જામનગર આવ્યાં હતા ત્યારે તેમણે તેમના એક ચાહક પાસેથી પોતાની તસવીર પર ઓટોગ્રાફ આપ્યાં હતા.
#WATCH गुजरात के जामनगर में प्रधानमंत्री नरेंद्र मोदी के संबोधन के दौरान लोगों ने अपने मोबाइल फोन की फ्लैशलाइट जलाई। pic.twitter.com/a6z7wEHQYY
દુનિયામાં કરોડો લોકોની છટણી પણ ભારતમાં નહીંવત અસર
પીએમ મોદીએ જામનગરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં વોંટબેંક વ્હાલા દવલાની નીતિ હતી અને કોંગ્રેસના દિવસો યાદ કરવા ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે શાંતિ છે તેના પાયામાં પ્રગતિ છે અને એક મજબૂત સરકાર નક્શલવાદીઓને ઘરમાં જઈ મારી આવે તેમણે કહ્યું કે, કોરોનાકાળ બાદ પણ દુનિયામાં કરોડો લોકોની નોકરીઓમાંથી છટણી થઈ ભારતમાં તે શક્યતા નહીંવત થઈ ગઈ, નાના-મોટા ઉદ્યોગો આજે પહેલાથી જેમ જ ધમધમી રહ્યા છે તેમણે કહ્યું કે, આજે દુનિયામાં આપણા દેશનો ડંકો વાગી રહ્યો છે. અને ડિજિટલ ઈન્ડિયાની વિદેશમાં પણ ચર્ચા થાય છે. તેમણે કહ્યું કે, પાંચ વર્ષ માટેની નથી પરંતુ આગામી પંચીસ વર્ષના ગુજરાતના ભવિષ્ય માટેની આ ચૂંટણી છે.
'ડિજિટલ ઈન્ડિયાનો સૌથી વધુ લાભ યુવા પેઢીને મળવાનો'
PM મોદીએ કહ્યું કે, આપણા બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ ટુરિસ્ટ માટે મોટામાં મોટું આકર્ષણ બનવાની દિશામાં કામ કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આખી દુનિયાને હવે ભારત વિશે જાણવું છે, જોવું છે અને સમજવું છે તેમણે કહ્યું કે, આપણે ગુજરાતને એવું ચેતનવંતુ બનાવીએ કે દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે તેમણે કહ્યું કે, આ ચૂંટણી ન નરેન્દ્ર લડે છે કે ન ભૂપેન્દ્ર લડે છે પરંતુ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે તેમજ આપણે નક્કી કર્યું છે કે, આ દેશમાં મેડીકલ અને એન્જિનિયરીંગના શિક્ષણ પણ માતૃભાષામાં થવું જોઈએ તેમણે ઉમેર્યું કે, આજે ડિજિટલ ઈન્ડિયાની ચ્કચા વિદેશમાં થઈ રહી છે. અને દુનિયામાં ચાલીસ ટકા ડિજિટલ પેમેન્ટ ફક્ત ભારતમાં થાય છે અને ડિજિટલ ઈન્ડિયાનો સૌથી વધુ લાભ યુવા પેઢીને મળવાનો છે.
વોટબેંકની રાજનીતિ માટે કૉંગ્રેસ સેનાના હાથ બાંધી રાખતી
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતમાં અનેક રાજ્યો એવા છે કે એકવાર કૉંગ્રેસ ગઈ તો પછી ફરી ત્યા પેસવા જ નથી દીધીસ તેમણે કહ્યું કે, 20 વર્ષ પહેલા ગુજરાતમાં 11 મેડીકલ કોલેજ હતી જ્યારે આજે 36 મેડીકલ કોલેજ છે અને 20 વર્ષ પહેલા સરકારી હોસ્પિટલમાં 15,000 પથારી હતી આજે 60,000 જેટલી છે તેમણે કહ્યું કે, જામનગર ટ્રેડિશ્નલ મેડીસીનની દુનિયામાં મોટુ કેન્દ્ર બનવાનું છે તેનો પાયો અમે નાખી દીધો છે અને વોટબેંકની રાજનીતિ માટે કૉંગ્રેસ સેનાના હાથ બાંધી રાખતી હતી.