બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Crime branch raids mobile store in Naroda

અમદાવાદ / તમારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ, સિમ એક્ટિવ કરી વેચી દેવાનું ગુજરાતવ્યાપી કૌભાંડ, ખબર પર નહીં પડે અને બે સીમ થશે એક્ટિવ

Malay

Last Updated: 04:45 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: નરોડામાં આવેલા મોબાઈલ સ્ટોરમાં ક્રાઇમ બ્રાંચના દરોડા, 100 જેટલા સિમકાર્ડ એક્ટિવ કરી દીધા હોવાની વિગતો સામે આવી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો.

 

  • નરોડામાં આવેલા મોબાઈલ સ્ટોરમાં ક્રાઇમ બ્રાંચના દરોડા
  • બીજાના ડોક્યુમેન્ટથી સિમકાર્ડ એક્ટિવ કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ
  • ગ્રાહકની જાણ બહાર બીજું સિમકાર્ડ એક્ટિવ કરી દેવાતું
  • 100થી વધુ સિમકાર્ડ બારોબાર એક્ટિવ કરી દીધાં હોવાનો પર્દાફાશ

સિમકાર્ડ ખરીદવા માટે જઇ રહ્યા છો તો ધ્યાન રાખજો કે તમારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ મોબાઇલ સ્ટોરનો માલિક ખોટી રીતે તો નથી કરી રહ્યો ને? અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ખોટો દુરુપયોગ કરીને બીજાં સિમકાર્ડ એક્ટિવ કરવાનાં રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નરોડામાં આવેલી મોબાઇલ સ્ટોરની દુકાનમાં જ્યારે ગ્રાહક સિમકાર્ડ ખરીદવા માટે જતો હતો ત્યારે સ્ટોરનો માલિક ગ્રાહકની જાણ બહાર બીજું સિમકાર્ડ એક્ટિવ કરી દેતો હતો. મોબાઇલ સ્ટોરના માલિકે 100થી વધુ સિમકાર્ડ બારોબાર એક્ટિવ કરી દીધાં હોવાનો પર્દાફાશ થયો છે. 

SIM કાર્ડ ખરીદવાના નિયમોમાં કડકાઇ લાવી શકે છે મોદી સરકાર, બૅન્ક અકાઉન્ટ  ખોલાવવું પણ થશે અઘરું | government will stop fraud through sim card it can  be get on 5 documents

ક્રાઇમ બ્રાંચને મળી હતી બાતમી
ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે.દેસાઇ અને તેમની ટીમને બાતમી મળી હતી કે નરોડામાં આવેલી એક મોબાઇલ શોપનો માલિક ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બીજાં સિમકાર્ડ એક્ટિવ કરી રહ્યો છે અને તેને ઊંચા ભાવે વેચી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલીક નરોડા વિસ્તારમાં પહોંચી ગઇ હતી જ્યાં બાતમીદારે તેમને માછલી સર્કલ પાસે પહોંચવાનું કહ્યું હતું. માછલી સર્કલ પાસે દરબારવાસમાં જય સધી નામની મોબાઇલની દુકાન આવેલી છે. જેમાં ગ્રાહકની જાણ બહાર તેમના નામનાં સિમકાર્ડ એક્ટિવ થઇ ગયાં છે. ક્રાઇમ બ્રાંચની ટીમે મોબાઇલ સ્ટોરમાં રેડ કરી દીધી હતી. ક્રાઇમ બ્રાંચે મોબાઇલ સ્ટોરના માલિક હંસરાજસિંહ પરમાર (રહે, દરબારવાસ, નરોડા)ની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી. 

એક વર્ષથી ચલાવે છે મોબાઇલ સ્ટોર
હંસરાજસિંહ પરમારે જણાવ્યું છે કે તે એક વર્ષથી મોબાઇલ સ્ટોર ચલાવે છે અને તેની દુકાનમાં જે ગ્રાહક સિમકાર્ડ લેવા માટે આવે છે તેના નામ પર એક નહીં બે સિમકાર્ડ ખરીદી લેવામાં આવે છે. ગ્રાહકને એક સિમકાર્ડ આપી દેવામાં આવે છે જ્યારે બીજું સિમકાર્ડ તે પોતાની પાસે રાખે છે. હંસરાજના આ કૃત્યથી ગ્રાહક અજાણ હોય છે અને બાદમાં તેના સિમકાર્ડનો દુરુપયોગ થાય છે. 

ડમી સિમકાંડનો પર્દાફાશ
ગ્રાહક નવું સિમકાર્ડ લેવા માટે હંસરાજના સ્ટોર પર ગયો હતો, જ્યાં તેણે ગ્રાહકના આધાર પુરાવા, ફિંગરપ્રિન્ટ, તથા લાઇવ ફોટો આપ્યો હતો. ડોક્યુમેન્ટ બાદ હંસરાજ ગ્રાહકને નવું સિમકાર્ડ આપતો હતો જ્યારે તેના ડોક્યુમેન્ટ, ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ્સના આધારે નવું સિમકાર્ડ એક્ટિવ કરી દેતો હતો. સિમકાર્ડ એક્ટિવ કર્યા બાદ તે વિશાલસિંહ વાઘેલા અને પ્રવીણ પરમારને 400થી 500 રૂપિયામાં વેચી દેતો હતો.
 

સિમ કાર્ડ ખોવાઈ જવા અથવા ખરાબ થવા પર નવું સિમ કઢાવાના નિયમો થશે વધુ કડક |  loss or damage to the sim card the rules


ત્રણ શખ્સો સામે ફરિયાદ
ક્રાઇમ બ્રાંચે હંસરાજ, પ્રવીણ અને વિશાલસિંહ વાઘેલા વિરુદ્ધ ચીટિંગ તેમજ કાવતરાંનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગ્રાહકને ખબર પણ ના હોય અને તેનું સિમકાર્ડ કોઇ અન્ય વ્યક્તિ વાપરતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો નરોડામાં બન્યો છે. જો સિમકાર્ડ ખરીદવું હોય તો ડોક્યુમેન્ટ આપતાં પહેલાં દસ વખત વિચાર કરજો નહીં તો બીજું સિમકાર્ડ એક્ટિવ થઇ જશે. 

100થી પણ વધુ સિમકાર્ડ એક્ટિવ કર્યાંનો ઘટસ્ફોટ
ક્રાઇમ બ્રાંચે હંસરાજની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. જ્યાં તેણે જણાવ્યું છે કે તેણે 100થી વધુ સિમકાર્ડ ગ્રાહકની જાણ બહાર નવા ખરીદી લીધાં છે. ગ્રાહકના ડોક્યુમેન્ટ તેમજ ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને 100થી વધુ સિમકાર્ડ ખરીદી લીધા છે અને ઊંચા ભાવે તેને વેચી દીધાં છે. હંસરાજે ક્યા ગ્રાહકોના નામે બીજાં સિમકાર્ડ એક્ટિવ કરી દીધાં છે તે મામલે સઘન તપાસ શરૂ કરી છે. 

ગુનેગારો આવાં સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય છે 
દારૂની હેરફેર, આતંકી પ્રવૃત્તિ, ડ્રગ્સની તસ્કરી, લૂંટ, ખંડણી માગવા જેવા અનેક ગુનામાં ગુનેગાર ડમી સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય છે. હંસરાજે ગ્રાહકની જાણ બહાર નવાં સિમકાર્ડ ખરીદવાનું કારણ શું છે તે તપાસમાં સામે આવશે પરંતુ જે 100થી વધુ સિમકાર્ડ એક્ટિવ થયાં છે તે ક્યાંકને ક્યાંક ગુનાખોરીમાં વપરાયાં હોઇ શકે છે. કોઇ યુવતીઓને હેરાન પરેશાન કરવી હોય તો પણ બીજાનાં નામે સિમકાર્ડનો ઉપયોગ થાય છે. પોલીસે દરેક દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ