ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / WTC ફાઇનલમાં પેટ કમિન્સનો ઐતિહાસિક સ્પેલ, બુમરાહનો રેકોર્ડ પણ તૂટ્યો

સ્પોર્ટ્સ / WTC ફાઇનલમાં પેટ કમિન્સનો ઐતિહાસિક સ્પેલ, બુમરાહનો રેકોર્ડ પણ તૂટ્યો

Last Updated: 10:28 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC ફાયનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાની બોલિંગથી ભારે તબાહી મચાવી છે. તેને આ મેચમાં અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે.

ADVERTISEMENT

પેટ કમિન્સને મોટી મેચોમાં રેકોર્ડ બનાવવાની આદત છે. કેપ્ટનશીપની સાથે કમિન્સ ટાઇટલ મેચોમાં બોલ સાથે પણ મેહફીલ લૂંટવામાં માહેર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ફરી એકવાર આવું જ દ્રશ્ય જોવા મળ્યું છે. કાંગારૂ કેપ્ટને પોતાની ઘાતક બોલિંગથી WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે મજબૂત વાપસી કરાવી છે. કમિન્સે 28 રનમાં છ પ્રોટિયાઝ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા. તેને WTC ફાઇનલમાં એક એવો જાદુ કર્યો જે આવનારા વર્ષો સુધી ફેન્સને યાદ રહેશે.

app promo4
  • કમિન્સે બતાવ્યો જલવો
    પેટ કમિન્સે દક્ષિણ આફ્રિકાના બેટિંગ ઓર્ડરને કોલેપ્સ કરી દિધો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂરી કરી છે. કમિન્સ આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો કાંગારૂ ફાસ્ટ બોલર છે. આ સાથે કમિન્સ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આ સાયકલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. કાંગારૂ કેપ્ટને જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. આ સાયકલમાં બુમરાહે 77 વિકેટ લીધી હતી.

કમિન્સ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની છેલ્લી મેચમાં એક ઇનિંગમાં છ વિકેટ લેનાર વર્લ્ડનો પ્રથમ બોલર બન્યો છે. કેપ્ટન તરીકે કમિન્સે 9મી વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેને આ મામલે બિશન સિંહ બેદીને પણ પાછળ છોડી દીધા છે. કેપ્ટન તરીકે, કમિન્સે લોર્ડ્સના ગ્રાઉન્ડ પર શ્રેષ્ઠ સ્પેલ બોલિંગનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેને બોબ વિલિસનો 33 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

વધુ વાંચો : 145 વર્ષ... 561 ટેસ્ટ મેચ... પણ પહેલી વાર બન્યો આવો રેકોર્ડ, આવી અનોખી સિદ્ધિનું ઇંગ્લેન્ડ બન્યું સાક્ષી

  • કમિન્સે મચાવી ભારે તબાહી
    પ્રથમ દિવસે પ્રથમ ચાર વિકેટ ગુમાવ્યા બાદ ટેમ્બા બાવુમા અને ડેવિડ બેડિંઘમે બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને થોડા અંશે સંભાળવામાં સફળતા મેળવી. સ્કોરબોર્ડ પર 94 રન હતા. અહીંથી પેટ કમિન્સનો ઘાતક સ્પેલ શરૂ થયો હતો. કાંગારૂ કેપ્ટને પેહલા બાવુમાની 36 રનની ઇનિંગનો અંત કર્યો હતો. ત્યાર બાદ કાયલ વેરેન પણ માત્ર 13 રન બનાવીને આઉટ થયો. કમિન્સે માર્કો જેન્સનને પોતાનું ખાતું ખોલવાની પણ તક આપી ન હતી અને તેને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો હતો. દક્ષિણ આફ્રિકા માટે એકલા હાથે લડી રહેલા ડેવિડ બેડિંઘમ પણ કમિન્સનો શિકાર બન્યો. તો રબાડાને એક રનના સ્કોર પર આઉટ કરીને કમિન્સે સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમને ફક્ત 138 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Records WTC Final Pat Cummins
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ