ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 145 વર્ષ... 561 ટેસ્ટ મેચ... પણ પહેલી વાર બન્યો આવો રેકોર્ડ, આવી અનોખી સિદ્ધિનું ઇંગ્લેન્ડ બન્યું સાક્ષી

WTC Final 2025 / 145 વર્ષ... 561 ટેસ્ટ મેચ... પણ પહેલી વાર બન્યો આવો રેકોર્ડ, આવી અનોખી સિદ્ધિનું ઇંગ્લેન્ડ બન્યું સાક્ષી

Published By: Vidhata Gothi

Last Updated: 12:52 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final 2025: ફાઇનલના પહેલા દિવસે લોર્ડ્સમાં બોલરોએ ભારે તબાહી મચાવી, જેના કારણે પહેલા જ દિવસે 14 વિકેટ પડી ગઈ. આ સિવાય ઇંગ્લેન્ડની ધરતી પર 145 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક અનિચ્છનીય રેકોર્ડ પણ બની ગયો છે.

ADVERTISEMENT

WTC Final 2025: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલનો પહેલો દિવસ બોલરોના નામે રહ્યો. પહેલા દિવસે બોલરોએ 14 વિકેટ લીધી. જેમાંથી 12 વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી. બોલરોને પીચ પરથી ઘણી મદદ મળી રહી છે. લોર્ડ્સમાં બેટ્સમેન માટે રન બનાવવા ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. WTC ફાઇનલના પહેલા દિવસે, 145 વર્ષ પછી, ઇંગ્લેન્ડની ધરતી પર કંઈક એવું જોવા મળ્યું જે આજ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય જોવા મળ્યું નથી.

561 ટેસ્ટ મેચમાં પહેલી વાર જોવા મળ્યો આ નજારો

પહેલા દિવસે, બંને ટીમોની બેટિંગમાં શરૂઆત ખરાબ રહી. બંને ટીમોના 1-1 ઓપનર પહેલી ઇનિંગમાં ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયા. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા અને સાઉથ આફ્રિકા તરફથી એડન માર્કરામ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પાછા ફર્યા. વર્ષ 1880 પછી ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી 561 ટેસ્ટ મેચોમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ પણ ટીમના બંને ઓપનર ટેસ્ટની પહેલી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થઈ ગયા.

આ ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ 10મી વાર છે જ્યારે બંને ટીમોના ઓપનર પહેલી ઇનિંગમાં શૂન્ય રનમાં આઉટ થયા હોય. છેલ્લે આવું 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન જોવા મળ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ઇંગ્લેન્ડ તરફથી રોરી બર્ન્સ ખાતું ખોલ્યા વિના પહેલી જ ઇનિંગમાં આઉટ થઈ ગયા હતા.

Vtv App Promotion 2

આ પણ વાંચો: મિશેલ સ્ટાર્કે બનાવ્યો આવો ધાંસૂ રેકોર્ડ, ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહેલીવાર આવું બન્યું

ઓસ્ટ્રેલિયાનો દબદબો

હવે સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં થોડી દબાણમાં દેખાઈ રહી છે. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ખતરનાક બોલિંગ સામે સાઉથ આફ્રિકાએ માત્ર 43 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ટોપ-4 બેટ્સમેનોની વિકેટ પડ્યા બાદ આફ્રિકન ટીમ થોડી દબાણ અનુભવી રહી છે. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે સૌથી વધુ 2 વિકેટ લીધી, આ ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 1-1 વિકેટ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WTC Final 2025 AUS vs SA

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ