બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Cricket king Virat Kohli's birthday today: 34 'Virat' records broken at age 34

Virat Kohli Birthday / ક્રિકેટના કિંગ વિરાટ કોહલીનો આજે બર્થ-ડે: 34 વર્ષની ઉંમરે તોડ્યા 34 'વિરાટ' રેકોર્ડ

Megha

Last Updated: 09:47 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને વિરાટ કોહલીના 34માં જન્મદિવસ પર તેના 34 યાદગાર રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ:

  • કોહલીની ગણના વિશ્વના મહાન ક્રિકેટરોમાં થાય છે
  • કિંગ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો
  • કોહલીના 34માં જન્મદિવસ પર તેના 34 યાદગાર રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના ગૌરવ ગણાતા વિરાટ કોહલી આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જણાવી દઈએ કે કિંગ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો. આપણે બધા જાણીએ છીએ કે કોહલીની ગણના વિશ્વના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેની સ્ટાઇલિશ બેટિંગના કારણે તે 'કિંગ કોહલી' અને 'રન મશીન' જેવા નામોથી ઓળખાય છે. કોહલીએ ખૂબ જ ઓછા સમયમાં ખુદને ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં પોતાને સ્થાન અપાવ્યું છે અને આજે અમે તમને વિરાટ કોહલીના 34માં જન્મદિવસ પર તેના 34 યાદગાર રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ:

વિરાટ કોહલીના રેકોર્ડ 
1. 2008માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતની અંડર-19 ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. 

2. વિરાટ કોહલી દેવધર ટ્રોફીની ફાઇનલમાં કેપ્ટનશિપ કરનાર બીજા સૌથી યુવા ખેલાડી છે. એમને 2009-10માં દેવધર ટ્રોફીની ફાઇનલમાં કેપ્ટનશિપ કરી હતી. આ દરમિયાન તેમની ઉંમર માત્ર 21 વર્ષ અને 124 દિવસ હતી.

3. એક દાયકામાં 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર કિંગ કોહલી એકમાત્ર બેટ્સમેન છે. કોહલીએ 2019માં આ સિદ્ધિ મેળવી હતી. 

4. કોહલી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનાર બેટ્સમેન છે. એમને 2018માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

5.એક કેલેન્ડર વર્ષમાં સૌથી ઝડપી 1000 ODI રનનો રેકોર્ડ પણ કોહલીના નામે  છે. 

6. 2018માં વર્ષમાં તમામ ICC વાર્ષિક વ્યક્તિગત પુરસ્કારો જીતનાર એકમાત્ર ખેલાડી વિરાટ કોહલી છે. 

7. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટીમો સામે સતત ત્રણ સદી ફટકારનાર કોહલી એકમાત્ર ખેલાડી છે. 

8. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 2017માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. 

9. વિરાટ કોહલી વિશ્વ કપમાં સતત 5 અડધી સદી ફટકારનાર પહેલો કેપ્ટન છે. 

10. વિરાટ કોહલી સતત ત્રણ કેલેન્ડર વર્ષ 2016, 2017 અને 2018માં 1000 રન બનાવનાર પ્રથમ ટેસ્ટ અને પ્રથમ ભારતીય કેપ્ટન પણ છે.

11. કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. ટેસ્ટ ક્રિકેટમાં 7 બેવડી સદી ફટકારી છે. 

12. કોહલી IPLની 2016ની સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. 

13. કેપ્ટન તરીકે વિરાટ કોહલી સૌથી ઝડપી 3000 ODI રન બનાવનાર ખેલાડી પણ છે. 

14. વર્ષ 2017માં સૌથી વધુ  11 સદી ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. 

15. વેસ્ટ ઈન્ડિઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વ્યક્તિગત ODI સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. 

16. કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 4000 રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. 

17. ઓસ્ટ્રેલિયા સામે ઘરની ધરતી પર સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. 

18. વિરાટ કોહલી સૌથી ઝડપી 30 અને 35 ODI સદી પૂરી કરનાર બેટ્સમેન પણ છે.

19. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. 

20. કોહલી વનડેમાં સતત ત્રણ સદી ફટકારનાર પહેલો કેપ્ટન છે.

21. 350 અને તેનાથી વધુના લક્ષ્યનો પીછો કરતી વખતે કોહલીનું પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું છે. તેની કારકિર્દીમાં ત્રણ વખત તેણે સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. 

22. વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ચોથો બેટ્સમેન છે. 

23. કોહલી વિશ્વ કપ ડેબ્યૂમાં સદી ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન પણ છે. 

24. કોહલી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન પણ છે. 

25. સતત બે વર્લ્ડ કપ (2011 અને 2015)ની પ્રથમ મેચમાં સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી છે. 

26. વિરાટ કોહલી દ્વિપક્ષીય ODI શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 

27. આ સિવાય તે દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં 500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ છે.

28. RCBના કેપ્ટન તરીકે તેણે 2016માં 4 સદી ફટકારી હતી.

29. કેપ્ટન તરીકે વિરાટ કોહલી સૌથી વધુ ફોલોઓન્સ ધરાવતો ખેલાડી છે.

30. કેપ્ટન તરીકે 150+ રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. 

31. ભારતીય દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદીનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. 

32. કોહલી વનડેમાં સૌથી ઝડપી 8,000, 9,000, 10,000, 11,000 રન બનાવનાર બેટ્સમેન છે.

33. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. 

34. વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 થી વધુની સરેરાશ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ