બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / credit card loan vs personal loan which is beneficial when you need money urgently

કામની વાત / પૈસાની તાત્કાલિક ધોરણે છે જરૂરિયાત, તો બંનેમાંથી કઇ લોન સૌથી વધારે ફાયદામંદ? ક્રેડિટ કાર્ડ vs પર્સનલ લોન

Manisha Jogi

Last Updated: 10:03 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમરજન્સી સમયે નાણાંકીય જરૂરિયાત ઊભી થાય છે. ક્રેડિટ કાર્ડ લોન અને પર્સનલ લોન બંને એકબીજાથી તદ્દન અલગ છે. ઈમરજન્સી સમયે ક્રેડિટ કાર્ડ લોન લેવી જોઈએ કે, પર્સનલ લોન તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ઈમરજન્સી સમયે નાણાંકીય જરૂરિયાત ઊભી થાય છે
  • ક્રેડિટ કાર્ડ લોન અને પર્સનલ લોન બંને એકબીજાથી તદ્દન અલગ
  • ઈમરજન્સી સમયે કઈ લોન લેવી જોઈએ?

ઈમરજન્સી સમયે નાણાંકીય જરૂરિયાત ઊભી થાય છે. તાત્કાલિક પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડ લોન અથવા પર્સનલ લોન લેવામાં આવે છે. આ બંને લોનમાં બેન્ક તરફથી વધુ વ્યાજ વસૂલવમાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે, ક્રેડિટ કાર્ડ લોન અને પર્સનલ લોન સરખી હોય છે. આ બંને એકબીજાથી તદ્દન અલગ છે. ઈમરજન્સી સમયે ક્રેડિટ કાર્ડ લોન લેવી જોઈએ કે, પર્સનલ લોન તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

Credit Card vs Personal Loan

  • પેપર વર્ક- પર્સનલ લોન માટે પેપર વર્કની જરૂર રહે છે. લોન પાસ થવામાં વધુ સમય લાગી શકે છે. ક્રેડિટ કાર્ડ પર લોન લેવા માટે કોઈપણ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી, તે લોન તરત જ મળી જાય છે. 
  • વ્યાજ દર- સામાન્ય રીતે પર્સનલ લોન 13-22% વ્યાજદર પર આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ લોન 10-18%ના વ્યાજ પર મળે છે. 
  • લોન સમયગાળો- ક્રેડિટ કાર્ડ લોન ઓછા સમયગાળા માટે આપવામાં આવે છે. પર્સનલ લોન લાંબા સમયગાળા માટે આપવામાં આવે છે. 

કઈ લોન વધુ યોગ્ય
ટૂંકા સમયગાળા માટે લોનની જરૂર હોય તો ક્રેડિટ કાર્ડ પર લોન લેવી જોઈએ, જેમાં ઓછો વ્યાજદર વસૂલવામાં આવે છે અને વધુ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી. લાંબા ગાળા માટે લોન લેવી હોય તો પર્સનલ લોન લેવી જોઈએ. ક્રેડિટ કાર્ડ પર લોન વધુ હોય તો EMIમાં ફેરવી શકો છે. જે માટે પ્રોસેસિંગ ફી, પ્રિ પેમેન્ટ ચાર્જ અને GST જેવા ચાર્જ ચૂકવવાના રહે છે. જેથી આ લોન પર્સનલ લોનની સરખામણી વધુ મોંઘી થઈ જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ