બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CR Patil's statement has come out in the Bhavnagar dummy Kand
ADVERTISEMENT
ભાવનગર ડમીકાંડની રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 'જે વ્યક્તિ ડમીકાંડ ખુલ્લા કરવાનું કહેતો હતો તે જ પાંજરે પુરાયો છે.'
ADVERTISEMENT
આ વ્યક્તિ અનેક કૌભાંડોમાં સંડોવાયેલો છેઃ સી.આર પાટીલ
સી.આર પાટીલે કહ્યું કે, 'જે વ્યક્તિ પહેલા આવા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો આજે એ જ આરોપીના પાંજરામાં છે. સ્વાભાવિક પણે જો આવા કોઈ કાંડ થતાં હોય તો તેની માહિતી પોલીસને મળતી હોય છે અને પત્રકારોને મળતી હોય છે. એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ ડમી પરીક્ષા આપવા જાય કે કોઈ પેપરલીક થાય ત્યારે તેની સૌથી પહેલા માહિતી તે વ્યક્તિને મળતી હતી. તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય છે તે ગુનેગારો પાસેથી જ આવતા હોય છે, જે આરોપી પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે જોડાયેલો હશે, જેના કારણે આવું થાય.'
ADVERTISEMENT
આરોપીએ રોકડા રૂપિયા પડાવ્યા છેઃ પાટીલ
તેમણે જણાવ્યું કે, 'આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ઉજાગર કરવાની વાતો કરતો હતો તે પોતે પાંજરામાં પુરાયો છે અને કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષિતો પાસેથી પણ ખૂબ મોટી રકમ પડાવી છે. જેના વીડિયો અને પુરવા પોલીસે કબજે કર્યા છે. મને લાગે છે કે તપાસમાં ઘણા લોકોના નામ સામે આવશે.'
48 કલાકમાં 4 આરોપીઓની ધરપકડ
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 48 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે.
ADVERTISEMENT
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન
જે સમગ્ર મામલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, યુવરાજસિંહને મેં પૂછ્યું હતું કે, તમે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ પર આક્ષેપ કર્યા છે તે મામલે કોઈ પુરાવા છે તો તેમણે સ્પષ્ટ ના કહી દીધું છે તેમજ તેમણે કહ્યું કે આ મેં કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતાં. વધુમાં આઈજીએ જણાવ્યું હતું કે, આજે બે અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે જે ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી છે જે બંન્નેનો તોડકાંડમાં 10 ટકા ભાગ હતો એટલે તે બંન્ને પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કરાયા છે.
ADVERTISEMENT
'નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે'
ભાવનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું કહ્યું અમે ફક્ત મળ્યા હતા, ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેશન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે
ADVERTISEMENT
'શિવુભાની શોધખોળ ચાલી રહી છે'
રેન્જ IGએ જણાવ્યું હતું કે, શિવુભાની શોધખોળ ચાલી રહી છે તેમજ રાજુ નામના શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને કાર્યવાહી થઈ રહીં છે તેમજ આર.કેનું આખુ નામ રમેશભાઈ કરમશી છે તેની પણ શોધખોળ ચાલી રહી છે
શું છે સમગ્ર મામલો?
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. જે મામલે પોલીસે કેટલાક પુરાવાના આધારે ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.