બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Covid 19 damaged the lungs of Indians, medical research revealed the truth

હેલ્થ / કોરોના એક વખત થઈ ગયો હોય તો ચેતજો! રિસર્ચમાં થયો છાતી બેસી જાય તેવો ખુલાસો, આવું થઈ શકે

Vaidehi

Last Updated: 06:03 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મેડિકલ રિસર્ચમાં જાણવા મળ્યું કે કોવિડ-19થી બહાર નિકળનારા ભારતીયોનાં લંગ્સની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ અને મહિનાઓ સુધી દર્દીઓને લંગ્સમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

  • રિસર્ચમાં કોવિડ-19નાં દર્દીઓનાં ફેફસાંની સ્થિતિ અંગે માહિતી મળી
  • યૂરોપિયન અને ચીનીઓની સરખામણીમાં ભારતીયો વધુ અસરગ્રસ્ત
  • કોવિડ-19ની રિકવરી બાદ દર્દીઓમાં લંગ્સને લગતી તકલીફોનું માપન

કોવિડ-19 એક એવી મહામારી છે જેણે દેશ અને દુનિયાનાં કરોડો લોકોને પોતાનો પ્રકોપ દેખાડ્યો હતો. લાખો લોકોનું આ બીમારીને લીધે નિધન થયું છે. આ મહામારીએ જે લોકોને થઈ છે તેમના શરીરમાં અનેક અન્ય સમસ્યાઓ પણ પેદા થઈ ગઈ છે. હાલમાં જ એક મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું કે કોવિડ-19થી રિકવર થયેલા લોકોમાં ફેફસાં સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર દ્વારા પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું કે કોવિડ-19 થી બહાર આવનારા ભારતીયોનાં લંગ્સની કાર્યક્ષમતા ઘટી છે અને મહિનાઓ સુધી દર્દીઓને લંગ્સની પ્રોબેલેમ લાંબા સમય સુધી રહી.

ભારતીયોનાં ફેફસાં પર વધારે અસર
રિસર્ચમાં જાણવા મળ્યું કે યૂરોપિયન અને ચીનીઓની સરખામણીમાં ભારતીયોનાં ફેફસાંની કાર્યક્ષમતા વધારે બગડી હતી. રિસર્ચ અનુસાર કોવિડથી રિકવર થયેલા જે ભારતીયોને ફેફસાંની સમસ્યાઓ આવી તેમાંથી કેટલાક લોકોમાં સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ ગઈ જ્યારે ગંભીર લક્ષણોવાળા લોકોને જિંદગીભર ફેફસાં સાથે સંકળાયેલી મુશ્કેલી સાથે રહેવું પડશે.

આ રીતે કોવિડે લંગ્સને પ્રભાવિત કર્યું
ભારતીયોમાં ફેફસાંની કાર્યપ્રણાલી પર  SARS-CoV-2ની અસર તપાસવા માટે 207 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યાં. મહામારીને પહેલી લહેર દરમિયાન આયોજિત આ રિસર્ચ હાલમાં PLOS ગ્લોબલ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયું. રિસર્ચમાં કોવિડથી રિકવર થનારા કોવિડનાં હળવા, મધ્યમ અને ગંભીર દર્દીઓનાં કંપ્લીટ લંગ્સ ફંક્શન ટેસ્ટ, 6 મિનીટ વોક ટેસ્ટ, બ્લડ ટેસ્ટ અને લાઈફસ્ટાઈલનું આંકલન કરવામાં આવ્યું.

વધુ વાંચો:  બાળકોની ફેવરિટ કોટન કેન્ડીથી કેન્સરનો ખતરો: આ રાજ્યમાં લગાવાયો પ્રતિબંધ, જીવલેણ છે કેમિકલ

કોવિડ-19ને લીધે સૌથી સંવેદનશીલ લંગ ફંક્શન ટેસ્ટ એટલે કે DLCO જે શ્વાસમાં લેવામાં આવેલી હવાથી ઓક્સીજનને બ્લડ સર્ક્યુલેશનમાં ટ્રાંસફર કરવાની ક્ષમતાનું માપન કરે છે, તે કોરોના કારણે 44% પ્રભાવિત થયું જે ચિંતાનો વિષય છે. રિસર્ચ અનુસાર 35%માં પ્રતિબંધક ફેફસાંમાં ડિફેક્ટ એટલે કે શ્વાસ લેતાં સમયે હવાની સાથે ફેફસાંને ફુલાવવાની ક્ષમતા પર અસર થઈ છે તેમજ 8.3% અવરોધક ફેફસાંમાં ડિફેક્ટ, જે ફેફસાંમાં હવાનાં અંદર અને બહાર જવાની સરળતાને અવરોધી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ