બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / due to cancer causing chemical in cotton candy bans sale in tamil nadu

સાવધાન / બાળકોની ફેવરિટ કોટન કેન્ડીથી કેન્સરનો ખતરો: આ રાજ્યમાં લગાવાયો પ્રતિબંધ, જીવલેણ છે કેમિકલ

Arohi

Last Updated: 04:21 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cotton Candy: તમિલનાડુ સરકારે કોટન કેન્ડીના વેચાણ પર રોક લગાવી દીધી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે કહ્યું છે કે કોટન કેન્ડીના સેમ્પલ ખાદ્ય સુરક્ષા વિભાગની તરફથી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં કેન્સર પેદા કરનાર કેમિકલ રોડામાઈન-બીની હાજરી મળી આવી છે.

રંગીન રૂ જેવી મીઠી કોટન કેન્ડીથી કેન્સરનો ખતરો પેદા થઈ શકે છે. એવામાં તમિલનાડુ સરકારે રાજ્યમાં કોટન કેન્ડીના વેચાણ અને ઉત્પાદન પર રોક લગાવી દીધી છે. તેનું કારણ એ છે કે તેને બનાવવા માટે રોડામાઈન-બી કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું કે કોટન કેન્ડીના સેમ્પલ ખાદ્ય સુરક્ષા વિભાગની તરફથી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં કેન્સર પેદા કરનાર રોડામાઈન-બીની હાજરી મળી આવી હતી. 

સુબ્રમણ્યમે નિવેદનમાં જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અનુસાર લગ્ન પ્રસંગો અને અન્ય સાર્વજનિક કાર્યક્રમોમાં રોડામાઈ-બીથી મળેલા ખાદ્ય પદાર્થ તૈયાર કરવું, પેકેજિંગ કરવું, આયાત કરવું, વેચવું અને પિરસવું દંડનીય અપરાધ છે. તેમણે કહ્યું કે તેમનો હેતું કેન્ડી બનાવનાર વિક્રેતાઓ અને ગ્રાહકોની વચ્ચે રંગીન કેન્ડીમાં હાજર હાનિકારક રસાયણો વિશે જાગૃકતા પેદા કરવાનું છે. 

જાણો શું છે રોડામાઈન બી 
આ મામલામાં ખાદ્ય વિભાગના અધિકારીઓને કેસની સમીક્ષા કરવા અને ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. રોડોમાઈન-બીનો ઉપયોગ સામાન્ય રીતે કપડા ઉદ્યાગમાં કરવામાં આવે છે. 

વધુ વાંચો: મેનોપોઝ બાદ મહિલાઓમાં વધી જાય છે હાર્ટએટેકનો ખતરો; જાણો કારણ અને બચાવ માટેના ઉપાય

આ પાણીમાં મિક્સ થતા રાસાયણિક કમ્પાઉન્ડ છે જે ડાઈના રૂપમાં કામ કરે છે. આ કેમિકલ વ્યક્તિ માટે ઝેર સમાન છે. આ કેમિકલ વ્યક્તિના શરીરમાં જઈને ઓક્સીડેટિવ સ્ટ્રેસ પેદા કરી શકે છે. જ્યારે આ ખાદ્ય ઉત્પાદનોની સાથે મિક્સ કરવામાં આવે છે તો તેનાથી આવનાર સમયમાં કેન્સર અને ટ્યૂમર થવાનો ખતરો વધી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ