બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મુંબઈ / covid 19 23 states of the country are more prone to infection biomedical waste becomes the reason
Last Updated: 09:36 AM, 25 June 2021
ADVERTISEMENT
દેશમાં બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં વધારો થયો
કોરોનાને કારણે દેશમાં બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં વધારો થયો છે. તેવામાં મેડિકલ કચરાનું યોગ્ય મેનેજમેન્ટ ન હોવાના કારણે અનેક રાજ્યોમાં કોવિડ 19નું સંક્રમણ તોડાઈ રહ્યું છે. આ વાતના સંકેત હાલમાં થયેલા એક અભ્યાસમાં મળ્યા છે. સ્ટડીમાં અનેક રાજ્યોમાં ખરાબ પ્રદર્શનના અંગે જાણકારી અપાઈ છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પોપ્યૂલેશન સાયન્સ તરફથી એક ગેપ એનાલિસિસ સ્ટડી કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે બાયો મેડિકલ વેસ્ટમાં ઘણો વધારો થયો છે. જ્યારે તેને ખતમ કરવાની સુવિધાઓમાં પર્યાપ્ત સુધારો નથી થઈ શક્યો. સ્ટડીમાં જોવા મળ્યું છે કે 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં હજું પણ વેસ્ટને દફનાવવાની રીત અપનાવવામાં આવી રહ્યા છે. આ રીત પર કેન્દ્રએ પ્રતિબંધ લગાવ્યો છે.
ADVERTISEMENT

વેસ્ટ મેનેજમેન્ટ પર નજર રાખવાની વ્યવસ્થિત સુવિધા નથી
ADVERTISEMENT
વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ જનરલમાં પ્રકાશિત થયેલા 'Assesment of Bio-Medical Waste Before and During the Emergency of Novel Coronavirus Disease Pandemic in India: A Gap Analysis' અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 70 ટકા રાજ્યોમાં કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીયમેન્ટ ફેસિલિટીઝ( CBMWTFs) પર નજર રાખવાની વ્યવસ્થિત સુવિધા નથી. સાથે ફક્ત 12 રાજ્ય એવા છે જ્યાં નવા ઉત્સર્જન નિયમો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. દેશમાં CBMWTFs ની સંખ્યા 200 છે પરંતુ તે પુરતી નથી.
પહાડી રાજ્યો પર વધારે ધ્યાન આપવા આવવું જોઈએ
ADVERTISEMENT
એક અંગ્રેજી અખબારે IIPSમાં પ્રોપેસર અપરાજિતા ચટ્ટોપાધ્યાયના હવાલાથી લખ્યુ 100 મેટ્રિક ટનથી વધારે તૈયાર કરનારા રાજ્યોને પ્રાથમિકતામાં રાખવા જોઈએ. પ્રમુખ શોધકર્તા રાહુલ રજકે કહ્યું કે આ મામલામાં પહાડી રાજ્યો પર વધારે ધ્યાન આપવા આવવું જોઈએ. આ સ્ટડીમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
આ રાજ્યોમાં છે ખરાબ સ્થિતિ
CPCBના ડેટા જણાવે છે કે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત આંધ્ર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોએ દેશમાં 70 ટકા કોવિડ કચરો તૈયાર કર્યો હતો. આંકડા જણાવે છે કે ભારતમાં જૂનથી ડિસેમ્બર 2020 સુધી 32 હજાર 996 મેટ્રિક ટન કોવિડ કચરો તૈયાર થયો હતો. 789.9 મેટ્રિક ટનની સાથે મહારાષ્ટ્ર સૌથી ઉપર રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.