કેન્દ્રની મોદી સરકારે સંસદમાં કોરોના વિરોધી રસીકરણને લઈને મહત્વની જાણકારીના ડેટા આપ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કેટલુ રસીકરણ થયું છે તેના વિશેની વિગતો સામે આવી છે.
મોદી સરકારે રાજ્યસભામાં આપ્યા આંકડા
દેશમાં હજૂ પણ આટલા લોકો નથી લીધી રસી
ઓક્સિજનની કમીથી કોઈનું મોત થયું નથી
કોરોના મહામારીને કાબૂ કરવા માટે કોવિડ 19 વેક્સિનની શુ ભૂમિકા રહી છે, એ કોઈનાથી પણ અજાણ્યુ નથી. દુનિયામાં જ્યારે ચીન સહિત કેટલાય દેશોમાં કોરોનાના કેસોએ જીવવાનું હરામ કર્યું હતું. ત્યારે ભારતની સ્થિતિ ઘણી રાહતભરી હતી. ભારત વયસ્ક લોકોમાં સંપૂર્ણપણે રસીકરણ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, હજૂ પણ ઘણા લોકો એવા છે, જેમણે કોરોનાની રસી લીધી નથી. સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે, દેશની કુલ 84.4 ટકા વયસ્ક વસ્તીને કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. પણ 2.6 કરોડ લોકો એવા છે, જેઓ રસી લેવા માટે પાત્ર હોવા છતાં પણ ડોઝ લીધા નથી. તેમણે એવી પણ જાણકારી આપી છે કે, કોઈ પણ રાજ્યમાં ઓક્સિજનની કમીથી મોતની જાણકારી મળી નથી.
97 ટકા ડોઝ મફતમાં લગાવ્યા- કેન્દ્ર સરકાર
સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પવારે રાજ્યસભામાં જણાવ્યું છે કે, 97 ટકા ડોઝ માટે કોઈ પૈસા લેવામાં આવ્યા નથી. સ્વાસ્થ્ય રાજ્યમંત્રીએ 30 માર્ચ 2022 સુધીના આંકડા રજૂ કર્યા હતા. જેમાં 18 વર્ષ અને તેનાથી ઉપરના 79.28 કરોડ લોકોએ અત્યાર સુધીમાં વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે . માર્ચના એન્ડ સુધીમાં લગાવામા આવેલા કુલ ડોઝના 79 ટકા એટલે કે, 167.14 કરોડ ડોઝ લોકોને મફતમાં લગાવામાં આવ્યા છે.
2.6 કરોડ લોકોએ નથી લીધો એક પણ ડોઝ
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, 18 વર્ષ અને તેનાથી ઉપરના 2.8 ટકા એટલે કે, 2.6 કરોડ લોકો એવા છે. જેના વિશે માનવામા આવે છે કે તેમણે એક પણ ડોઝ નથી લીધો. 15થી 18 વર્ષની ઉપરના લોકો 7.4 કરોડ એટલે કે, યોગ્ય વસ્તીમાંથી 5.7 કરોડ એટલે કે, 77 ટકાએ એક ડોઝ લગાવી લીધો છે. આ ઉંમર મર્યાદામાં 3.77 કરોડ એટલે કે, 51 ટકા લોકોએ બંને ડોઝ લઈ લીધા છે.
ઓક્સિજનની કમીથી કોઈનું મોત નહીં
સ્વાસ્થ્ય રાજ્યમંત્રીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, કોરોનાથી અત્યાર સુધીમાં 5.21 લાખ મોતના સમાતાર રાજ્યોએ કેન્દ્રને આપ્યા છે. 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી જે કોરોનાથી મોતના આંકડા આપવામાં આવ્યા છે. તેમાં કોઈનું પણ મોત ઓક્સિજનની કમીથી થયું નથી. મંત્રીએ જણાવ્યું છે કે, અમુક રાજ્યોમાં હજૂ પણ આંકડાઓ સરકારી પોર્ટલ પર અપડેટ કરી રહ્યા છે.
4 લાખ નહીં 50 હજારનું વળતર
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે સવાલ કર્યો હતો કે, સરકારે કોરોનાથી મોત માટે 4 લાખ રૂપિયાના વળતરનું વચન આપ્યું હતું. પણ આ રૂપિયા કેમ નથી આપવામાં આવતા. તેના પર મંત્રીએ કહ્યું કે, આ અંગે અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તર પર આકલન બાદ સરકારે આર્થિક સહાયતાની રકમ નક્કી કરી છે. પણ તે 4 લાખ રૂપિયા નથી. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તર પર 50 હજાર રૂપિયાની મદદ આપવામાં આવે છે. એનડીએમએએ 50 હજાર રૂપિયાનું વળતર આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. નહીં કે 4 લાખ રૂપિયાનો.