બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / COVAXIN ALLOWED FOR 2 TO 18 YEAR KIDS, CORONA VACCINE

ગુડ ન્યૂઝ / BIG BREAKING: દેશમાં હવે બાળકોને મળી શકશે કોરોના વેક્સિન, ભારત સરકારે આ કંપનીની વેક્સિનને આપી મંજૂરી

Parth

Last Updated: 01:43 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં બાળકોને સુરક્ષિત કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, બાળકોની કોરોના વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે.

  • દેશમાં હવે બાળકોને મળશે કોરોના વેક્સિન
  • 2 થી 18 વર્ષના બાળકોને મળશે વેક્સિન
  • કોવેક્સિનને સરકારની મંજૂરી
  • DGCIએ કોવેક્સિનને આપી મંજૂરી

દેશ અત્યારે કોરોના વાયરસ નામક સૌથી મોટા સંકટ સામે લડી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ સામે સૌથી મોટું લડાઈમાં કોરોના વેક્સિન સૌથી મોટો હથિયાર છે. હાલમાં દેશમાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે બાળકોને કોરોના વેક્સિન આપવા મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. 

બાળકોને કોરોના વેક્સિન આપવાની મંજૂરી 
દેશમાં અત્યાર સુધીમાં માત્ર 18 વર્ષથી ઉપર હોય તે લોકોને જ રસી આપવામાં આવી રહી હતી પરંતુ હવે બાળકોને વેક્સિન આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. બાળકોને કોરોના વેક્સિન આપવા માટે ભારત સરકાર ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનથી બેથી 18 વર્ષના બાળકોને આપી શકાશે. ભારતમા કરોડો લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી છે ત્યારે બાળકો માટે આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે. 

કોણે બનાવી છે આ વેક્સિન? 
નોંધનીય છે કે ભારત બાયોટેક અને ICMR એ મળીને આ વેક્સિનનું નિર્માણ કર્યું છે અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ વેક્સિન 78 ટકા સુધી કારગર સાબિત થઈ છે. 

ભારત સરકાર જાહેર કરી શકે છે ગાઈડલાઇન 
કોરોના વેક્સિન માટે અત્યારે લોકો માટે જે ગાઈડલાઇન્સ છે તેના સિવાય ભારત સરકાર બાળકો માટે ટૂંક સમયમાં અલગથી ગાઈડલાઇયન્સ જાહેર કરશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બાળકોને પણ બે ડોઝ આપવાની નીતિ અપનાવાઈ શકાય છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં કોઈ પણ બાળકને સાઈડ ઈફેક્ટ સામે આવ્યા નથી. 

ત્રીજી લહેર આવે તે પહેલા મોટો નિર્ણય 
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા છે. જોકે મોટા પાયે વેક્સિનેશન આગળ વધી રહ્યું છે એવામાં સંભવિત ત્રીજી લહેર પહેલા બાળકોને સુરક્ષિત કરી દેવા માટે આ સૌથી મોટો નિર્ણય માની શકાય. કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિન ખૂબ મદદગાર સાબિત થઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Covaxin for Children corona vaccine covid 19 vaccine કોરોના વેક્સિન કોવિડ 19 વેક્સિન બાળકો માટે વેક્સિન Corona Vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ