બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Corruption allegation case against Baroda Dairy

વડોદરા / બરોડા ડેરી સામે ભ્રષ્ટાચારના આરોપસર એક નહીં 5 ધારાસભ્યોનું રણશિંગુ!, 17મી ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો

Dinesh

Last Updated: 09:05 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરી સામે ભ્રષ્ટાચાર મામલે કેતન ઈનામદાર સાથે વધુ પાંચ ધારાસભ્યો જોડાશે, 17મી ફેબ્રુઆરીએ તમામ 5 ધારાસભ્યો સવારે 11 વાગ્યે ત્રિ-મંદિર ખાતે ભેગા થશે

  • બરોડા ડેરી સામેના ભ્રષ્ટાચારના આરોપનો મામલો
  • કેતન ઇનામદાર સાથે અન્ય 5 ધારાસભ્યો જોડાશે
  • શૈલેષ મેહતા,અક્ષય પટેલ,ચૈતન્યસિંહ ઝાલા પણ જોડાશે


બરોડા ડેરીના વહીવટમાં ગેરરીતિની રાવને લઇને વખતો વખત ડેરી ચર્ચામાં આવી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બરોડા ડેરી ચર્ચામાં આવી છે. ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીમાં સગાઓને નોકરી આપવાના તેમજ વિવિધ ગોટાળાને લઈ આક્ષેપો કર્યો છે, જેને લઈ બરોડા ડેરીના રાજકારણમાં ભારે હલચલ મચી છે. જે મુદ્દે કેતન ઈમાનદાર સાથે વધુ પાંચ ધારાસભ્યો જોડાશે.

ધારાસભ્યો ડેરીના વિવિધ મુદ્દે કરશે ચર્ચા
બરોડા ડેરી સામેના ભ્રષ્ટાચારના આરોપ મામલે ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે અન્ય 5 ધારાસભ્યો જોડાશે. જેમાં શૈલેષ મેહતા,અક્ષય પટેલ,ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાયા છે. પાપ્ત માહિતી અનુસાર 17મી ફેબ્રુઆરીએ તમામ 5 ધારાસભ્યો સવારે 11 વાગ્યે ત્રિ-મંદિર ખાતે ભેગા થશે. જિલ્લાના 5 ધારાસભ્યો તેમજ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના પ્રશ્નો સાંભળશે. બરોડા ડેરી દ્વારા પશુપાલકોને રાજ્યના બીજા સંઘોની સરખામણીએ કિલો ફેટ ઓછાભાવનો મુદ્દે તેમજ બજારમાં ખરીદભાવ કરતા ઉંચા ભાવે વેચાણ, દૂધની મંડળીઓ બંધ થવા મામલાના પ્રશ્નોની ચર્ચાઓ થશે.  

કેતન ઇનામદારે ડેરી પર ગંભીર આક્ષેપો કર્યા 
બે દિવસ અગાઉ MLA કેતન ઇનામદારે બરોડ ડેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, બરોડા ડેરીના નિયામક મંડળ અને એમ.ડી પશુપાલકના હિતમાં નિર્ણયો નથી લેતા. કોલ્ડ રૂમના મેન્ટનન્સના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ટેન્ડર 24 લાખનું હતું પરંતુ 29 લાખમાં આપ્યું તેમજ જે એજનસીનું 24 લાખનું ટેન્ડર હતું તેનેજ 28 લાખ આપ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચીઝ કેટલના ટેન્ડરમાં પણ 37 લાખનો ભ્રષ્ટ્રાચાર થયોનો આક્ષેપ કર્યો હતો. બોડેલી ચિલિંગ સેન્ટરનો ક્ષમતા મુજબ ઉપયોગ ન કરીને ડેરીને નુકશાન કર્યું છે તેમ પણ જણાવ્યું હતું. 

સમગ્ર મામલો
બરોડા ડેરી પર ફરી એક વાર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરી વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજૂઆત કરી થોડા દિવસ અગાઉ પણ તપાસની માંગ ઉઠાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ