બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / CORONAVIRUS UNLOCK GUJARAT 1 TAMPLE FOR PEOPLE CM RUPANI MEETING
ADVERTISEMENT
રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ બેઠક કરી. મંદિર, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો 8 જૂનથી ખોલવાના આદેશ અપાયા છે. ત્યારે આજની બેઠકમાં મસ્જિદો અને ચર્ચોના વડાઓ, ઈમામ સાહેબ અને ખ્રિસ્તી સાદરીઓ પણ જોડાયા.
શું કહ્યુ CM રૂપાણીએ?
ADVERTISEMENT
આ મિટિંગ બાદ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી નહી અપાય.. મોટા ધર્મસ્થાનોમાં દર્શનાર્થીઓને ટોકન આપવામાં આવશે.. સોમવારથી શરતોને આધીન મોલ મંદિર, મસ્જિદ, હોટલ અને રેસ્ટોરેન્ટ ખુલશે. જોકે ભાવિકોને પ્રસાદ નહીં મળે એટલુ જ નહીં શ્રદ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહીં શકે અને ચરણામૃત પણ નહીં લઈ શકે. પૂજા કરતી વેળાએ 6 ફૂટનું અંતર રાખવું પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવું પડશે.
ADVERTISEMENT
શું હશે નિયમો?
જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી નહી અપાય
મોટા ધર્મસ્થાનોમાં દર્શનાર્થીઓને ટોકન આપવામાં
ચોક્કસ સમય આપી દર્શનની વ્યવસ્થા ગોઠવાય તો સંક્રમણ અટકશે
બેઠકમાં નીતીન પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,પ્રદીપ સિંહ જાડેજા રહ્યા હાજર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.