બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / coronavirus total cases in india 10 lakh cases world number three

કોરોના વિસ્ફોટ / ભારતમાં આજે 10 લાખને પાર થશે કોરોના દર્દીનો કુલ આંક, વિશ્વનો ત્રીજો દેશ બનશે

Bhushita

Last Updated: 01:45 PM, 16 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં કહેર વર્તાવનારો કોરોના વાયરસે ભારતમાં વિકરાળ રૂપ ધારણ કર્યું છે ત્યારે દેશભરમાં રોજ 30 હજારથી વધારે કેસ સામે આવી રહયા છે. દરેક ચોથા દિવસે આંકડો લગભગ 1 લાખ કેસ વધારનારો બની રહ્યો છે. આ સમયે જે સ્થિતિ જોવા મળી રહી છે. તેના આધારે આજે સાંજ સુધીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 10 લાખને પાર કરશે. જો આમ થશે તો ભારત દુનિયામાં ત્રીજા નંબરે આવી જશે જ્યાં કોરોનાની સંખ્યા 10 લાખથી વધારે હશે. અત્યારે અમેરિકા અને બ્રાઝિલમાં ભારત કરતાં વધારે કેસ છે.

  • કોરોનાનો વધતો કહેર બનાવી રહ્યો છે રોજ નવા રેકોર્ડ
  • દર ચોથા દિવસે થાય છે એક લાખ કેસનો વધારો
  • આજે સાંજ સુધીમાં ભારત 10 લાખ કેસને કરી શકે છે પાર
  • ભારત કોરોના સંક્રમિત દેશોમાં ત્રીજા નંબરે આવશે

રોજ તૂટી રહ્યો છે કોરોનાનો રેકોર્ડ

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. માર્ચ બાદ કોરોનાએ ગતિ પકડી. શરૂઆતમાં રોજ 100, 200 અને 500 કેસ આવતા હતા. પણ લગભગ 4 મહિના બાદ આ સંખ્યા અનેક ગણી વધી. છેલ્લા કેટલાક દિવસોથી તો રોજના કેસ પણ રેકોર્ડ તોડી રહ્યા છે. 

બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર 24 કલાકમાં દેશમાં કુલ 32695 કેસ સામે આવ્યા છે. જ્યારે 600થી વધારે લોકોના મોત થયા છે. સાથે દેશમાં કુલ કેસની સંખ્યા પણ 968876 પહોંચી છે. એટલે કે ગુરુવારે એટલે કે આજે ફરી 32 હજાર જેટલા કેસ આવે છે તો દેશમાં કુલ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ જશે. આ સિવાય આજે જ મોતનો આંક પણ 25000ને પાર જઈ શકે છે. 

દેશમાં કુલ કેસ - 968876
દેશમાં કુલ એક્ટિવ કેસ - 331146
દેશમાં સાજા થયેલા દર્દીઓ - 612815
દેશમાં કુલ મોતનો આંક - 24915


મહારાષ્ટ્ર છે સૌથી વધુ પ્રભાવિત, યૂપી-બિહાર-દક્ષિણ રાજ્યોમાં બગડી સ્થિતિ

દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં લગભગ પોણા 3 લાખ કેસ છે. જ્યારે મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ અને દિલ્હીમાં સૌથી વધારે કેસ છે. 3 રાજ્યોના મળીને લગભગ 5 લાખ કેસ 3 રાજ્યોમાં છે. આ સિવાય અનેક રાજ્ય એવા છે જ્યાં રોજ રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યા છે. આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, બિહાર જેવા રાજ્ય છે જ્યાં રોજ દોઢ હજાર કેસ આવી રહ્યો છે. જેના કારણે લૉકડાઉન લગાવવું પડી શકે તેમ છે. આ સિવાય તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુમાં રોજ કેસની સંખ્યા વધી રહી છે. દિલ્હીમાં કોરોનાની ગતિ ઘટી છે. પરંતુ ખતરો હજુ પણ કાયમ છે. 

વેક્સીનને લઈને ઓક્સફર્ડ યુનિવર્સિટીથી આવી શકે છે સારા સમાચાર

ઉલ્લેખનીય છે કે દેશમાં હવે કોરોના ટેસ્ટિંગની ગતિ વધી છે. છેલ્લા 2 દિવસથી દેશમાં સતત સવા 3 લાખ ટેસ્ટ 24 કલાકમાં થઈ રહ્યા છે. કુલ ટેસ્ટની સંખ્યા સવા કરોડને પાર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં 1200થી વધુ ટેસ્ટિંગ લેબ છે. એટલેકે હજુ પણ ટેસ્ટિંગની સંખ્યા વધારી શકાય તેમ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ