બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / coronavirus lockdown gujarat vadodara exam paper teacher checking
Divyesh
Last Updated: 08:33 AM, 28 April 2020
ADVERTISEMENT
કોરોના વાયરસના કહેર વચ્ચે લોકડાઉનની અસર હવે રાજ્યના ઉદ્યોગ-ધંધા-રોજગાર બાદ શૈક્ષિણક કાર્યપર પડી રહેલી જોવા મળી રહી છે. રાજ્યમાં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસવા માટે લોકડાઉનના પગલે શિક્ષકોની અછત જોવા મળી રહી છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરા ખાતે ધોરણ-10ની સેકન્ડ લેંગ્વેજની ઉત્તવહી ચકસવા શિક્ષકો પુરતા નથી. જેને લઇને ઉત્તરવહી ચકાસણીનું કામકાજ હાલમાં થઇ રહ્યું નથી. જેને લઇને રાજ્યમાં ધોરણ-10નું પરિણામ મોડુ આવી તેવી શક્યતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ધોરણ-10ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસવા ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જો કે હાલમાં લોકડાઉનના પગલે મોટાભાગની ખાનગી શાળાઓના શિક્ષકો કામગીરીથી અળગા જોવા મળી રહ્યાં છે. ખાનગી શાળાના શિક્ષકો ઉત્તરવહી ચકાસણી માટે ન જોડાતાં મુશ્કેલી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.