બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Coronavirus in Surat doctors recruitment

ભરતી / સુરત માટે સારા સમાચાર: નવા 42 ડોક્ટર સિવિલ સાથે જોડાયા, જાણો વિગતો

Published By: Gayatri

Last Updated: 08:16 AM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા સુરતની સિવિલમાં  ભરતી કરાઈ હતી. કોરોનાના કહેર વચ્ચે દર્દીઓને સારવાર આપવા ભરતી કરાઈ છે.

  • રાજ્ય સરકાર દ્વારા સુરતની સિવિલમાં કરાઈ ભરતી
  • કોરોનાના કહેર વચ્ચે દર્દીઓને સારવાર આપવા કરાઈ ભરતી
  • ત્રણ મહિના માટે હંગામી ધોરણે તબીબોની કરાઈ ભરતી

સુરતની સિવિલમાં ત્રણ મહિના માટે હંગામી ધોરણે તબીબોની ભરતી કરવામાં આવી છે. 

2 નવા ડોકટરો સિવિલ સાથે જોડાયા

વર્ગ 1 અને વર્ગ 2ના તબીબોની ભરતી કરાઈ. 42 નવા ડોકટરો સિવિલ સાથે જોડાયા છે. વર્ગ 1ના 3 તબીબ જ્યારે વર્ગ 2ના 39 તબીબો જોડાયા છે. વર્ગ 1ને 2.50 લાખ જ્યારે વર્ગ 2ને 1.25 લાખનું માસિક વેતન ચૂકવવામાં આવશે. 

કોરોના વોરિયર્સ સાથે અન્ય લોકો પણ સંક્રમિત

સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વોરિયર્સ સાથે અન્ય લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. 2 ડોક્ટર, 2 સિવિલ કર્મી, 3 મનપા કર્મી, 3 શિક્ષક અને 69 વદ્યાર્થી સહિત 4 પોલીસ જવાન અને 3 બેંક કર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. 

સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો

સુરત સિવિલ અને સ્મિમેરમાં ગંભીર દર્દીઓ ઘટ્યા છે. સિવિલ અને સ્મિમેરમાં 1068 દર્દીઓ ગંભીર છે. સુરત સિવિલમાં 830માંથી 763 દર્દીઓ ગંભીર છે અને 25 વેન્ટિલેટર, 335 બાઈપેપ, 403 દર્દી ઓક્સિજન પર છે. સામે સ્મિમેર હોસ્પિટલમાં 316માંથી 305 દર્દીઓ ગંભીર છે જેમાંથી 23 વેન્ટિલેટર, 182 બાઈપેપ, 100 દર્દી ઓક્સિજન પર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Surat gujarat ગુજરાત સુરત coronavirus in Surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ