બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Coronavirus in Rajkot rape on women in covid care center

શરમજનક / રાજકોટ સિવિલમાં કોવિડ કેર સેન્ટરમાં મહિલા પર વોર્ડબોયે આચર્યુ દુષ્કર્મ

Published By: Gayatri

Last Updated: 09:49 AM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સિવિલમાં 55 વર્ષીય દર્દી મહિલા પર વોર્ડબોયે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે.

  • રાજકોટમાં કોરોના વચ્ચે શર્મનાક ઘટના પ્રકાશમાં આવી 
  • સિવિલમાં દર્દી મહિલા પર વોર્ડબોયે દુષ્કર્મ આચર્યુ
  • 55 વર્ષીય મહિલા પર વોર્ડબોયે દુષ્કર્મ આચર્યુ

રાજકોટમાં કોરોના વચ્ચે શર્મનાક ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલમાં દર્દી મહિલા પર વોર્ડબોયે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટનાએ ખુદ વૃદ્ધા અને તેમના પરિવાર સહિતના લોકો હતપ્રત થઈ ગયા છે. 

ઘટના એવી છે કે રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 55 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ હતુ એટલે તેમને પ્રાથમિક ધોરણે કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા.  

વૃદ્ધાને વોર્ડબોયે પહેલા માથુ દબાવવાનું કહ્યુ અને પછી પોતાના બદઈરાદાઓ છતા કર્યા. વૃદ્ધા શારિરિક રીતે તેનો પ્રતિકાર કરવા સક્ષમ ન હતા પણ આ અંગે તેમના પરિવાર અને હોસ્પિટલમાં અન્ય લોકોને જાણ થતા આખરે મામલો પોલીસ સ્ટેશન અને મહિલા હેલ્પ લાઈન પર પહોંચ્યો હતો. 

ઘટનાને પગલે 181ની ટીમ પણ હોસ્પિટલ દોડી આવી અને વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી વિગતો મેળવી હતી. પોલીસ અધિકારીએ પણ વૃદ્ધા સાથે વાતચીત કરતા તેમણે પોતાની સાથે અજુગતું થયું છે અને તે શખ્સ સામે આવે તો પોતે ઓળખી જશે તેવું કહ્યુ હતુ. 

ત્યારે ત્યાં ફરજ પર હાજર તમામ વોર્ડબોયને ત્યાં હાજર કરવામાં આવ્યા હતા જેમાં વોર્ડબોય હિતેશ ઝાલાની ઓળખ થઈ હતી અને પ્રદ્યુમનનગર પોલીસમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી જેને પરીણામે વોર્ડબોય હિતેશ ઝાલાની પોલીસે ધરપકડ કરી છે. વોર્ડની બધી લાઈટો બંધ કરી કૃત્યુ આચર્યુ હતુ. 


પોલીસ સુત્રોના જણાવ્યાનુંસાર ફરિયાદ બાદ શુક્રવારે હોસ્પિટલના જે વોર્ડમાં ઘટના બની છે. તે વોર્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ સારવાર લઇ રહેલા દર્દીઓની પૂછપરછ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Covid Care Center coronavirus in Rajkot rape દુષ્કર્મ રાજકોટ સિવિલ Rape

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ