ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus in Gujarat tiffin service start in deesa

સારા સમાચાર / મહામારી છે તો શું થયું, ખભે ખભો મિલાવી સામનો કરીશું. માણસાઈ જરૂર જીતશે, જુઓ અનોખો પ્રયાસ

Published By: Gayatri

Last Updated: 03:54 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ડીસામાં એક યુવા ગ્રુપે કોરોના સંક્રમિત દર્દીઓને તેમના સગા ઓ માટે અનોખી સેવા શરૂ કરી છે

ADVERTISEMENT

  • બનાસકાંઠા ડીસામાં યુવા ગ્રુપ દ્વારા ટિફિન સેવા શરૂ કરાઈ
  • વિનામૂલ્યે ટિફિન સેવા
  • દિવસમાં બે વખત પૌષ્ટિક ટિફિનની સેવા

બનાસકાંઠાના ડીસામાં એક યુવા ગ્રુપે કોરોના સંક્રમિત દર્દીઓને તેમના સગા ઓ માટે અનોખી સેવા શરૂ કરી છે. ખાસ કરીને ગ્રામીણ, સરહદી તેમજ અંતરિયાળ વિસ્તારમાં થી આવતા અને હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને તકલીફ ન પડે અને બે ટાઈમ પોષ્ટિક આહાર મળી રહે તે માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા શરૂ કરી છે. 

બનાસકાંઠામાં અત્યારે અનેક લોકો કોરીના ના ચેપથી પીડાઇ રહ્યા છે રોજે રોજ દર્દીઓની સંખ્યા વધતા અત્યારે મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે અને દર્દીઓના સગા સંબંધીઓ સારવાર માટે રજળી રહ્યા છે તેવામાં હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને ભોજન માટે પણ હેરાન ન થવું પડે તે માટે ડીસાના એક યુવા ગ્રુપે અનોખી સેવા શરૂ કરી છે.

500થી પણ વધુ ટિફિન આ યુવા ગ્રુપ દ્વારા વિનામુલ્યે પહોંચાડાશે


જેમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓને પૌષ્ટિક , શુદ્ધ , આરોગ્યપ્રદ અને ભરપેટ ભોજન મળી રહે તે માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરી છે આ ગ્રુપ અત્યારે દિવસમાં બે વખત ગરમાગરમ પૌષ્ટિક આહાર બનાવી દર્દીઓના સગાઓને હોસ્પિટલમાં માં પહોંચાડી રહ્યો છે. બપોરે દાળ ભાત શાક રોટી અને છાશ તેમજ સાંજે ખીચડી-કઢી શાક રોટી અને દૂધની થેલી ની પણ ટિફિન માં વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે રોજના 500થી પણ વધુ ટિફિન આ યુવા ગ્રુપ દ્વારા વિનામુલ્યે દર્દીઓને તેમની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.

દર્દીઓ અને તેના સગાઓ માટે આ ટિફિન સેવા આશીર્વાદરૂપ

એક તરફ ત્યારે લોકડાઉન જેવી સ્થિતિ છે અને છેલ્લા દોઢ મહિનાથી ધંધા રોજગાર પણ બંધ જેવી સ્થિતિમાં છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડતો હોય છે તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ અને તેના સગાઓ માટે આ ટિફિન સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive coronavirus in Gujarat કોરોના ટિફિન સર્વિસ ડિસા બનાસકાંઠા Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ