બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat police arrested 10 pople for scam
ADVERTISEMENT
અમદાવાદ અને વડોદરામાં ચાલતા નકલી રેમડેસિવિર ઈન્જેકશન કૌભાંડને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ છે. આ કૌભાંડમાં સામેલ 8 જેટલા શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આ શખ્સો અમદાવાદની હયાત હોટલમાંથી નકલી ઈન્જેકશનની હેરાફેરી કરતા હતા. આ નકલી ઈન્જેકશન મહામારીના સમયમાં ઉંચી કિંમતે વેચતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પોલીસે બાતમીના આધારે ચાંદખેડા,સાબરમતી,પાલડી તથા વડોદરાના નેટવર્કનો પર્દાફાશ કરીને 300થી વધુ નકલી ઈન્જેકશનનો જથ્થો જપ્ત કરીને 8 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ADVERTISEMENT
અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનના નામે છેતરપિંડી કરનારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સની ધરપકડ કરી છે. દર્દીના પરિવારને ઇન્જેક્શન આપવાનું કહીને છેતરપિંડી કરી હતી. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચે ઇફતેકાર નકવી અને સોહેલ નકવીની ધરપકડ કરી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ઇન્જેક્શનને લઈને તપાસ શરૂ કરી છે
ADVERTISEMENT
ઝાયડ્સ બાયોટેકમાં નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ
અમદાવાદમાં વધુ એક રેમડેસિવિર ઇન્જેક્શનનું કૌભાંડ SOGએ ઝડપ્યું છે. ઝાયડ્સ બાયોટેકમાં નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. મિલન સવસવિયા નામના કર્મચારીની ધરપકડ કરી છે. કર્મચારી કંપનીમાંથી ઈન્જેક્શન ચોરી કરીને લાવતો હતો. હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળી કૌભાંડ કર્યું હતું. રેમડેસિવિર ઈન્જેક્શન શીશીમાં બનાવતો હતો. અને ઉંચા ભાવે વેચવા માટે કાવતરું રચ્યું હતુ. પોલીસે બાપુનગરમાં દુકાનમાં રેડ કરીને 24 ઈન્જેક્શન જપ્ત કર્યા છે. સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરના ઇન્જેક્શન મળી આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.