બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus in Gujarat man committed suicide in dahod
ADVERTISEMENT
છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી અને તેને કારણે નોકરી ધંધા તેમજ આ વર્ષે કોરોનાના દર્દીઓને સારવાર મળવામાં હાલાકી આ તમામ ઘટનાઓએ યુવાનો જ નહીં તમામ ઉમંરના વ્યક્તિઓ ઉપર ખૂબ ઉંડી અસર પાડી છે ત્યારે દાહોદમાં એક નિરાશાજનક સમાચાર આવ્યા છે.
દાહોદના દેવગઢબારીયાના યુવાને કોરોના પોઝિટિવ થવાના ડરે બે દિવસ અગાઉ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ફાયર વિભાગે મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બે દિવસની શોધખોળ બાદ આજે યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં 174 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 174 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6830 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 491 નવા કેસ નોંધાયા હતા.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,17,57,862 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5672 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1764 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 352 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 622 કેસ, જ્યારે ગ્રામ્યમાં 236 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 363 કેસ અને ગ્રામ્યમાં 71 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
.jpg)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.