ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat 40 indian died in America

મહામારીમાં મોત / કોરોના મહામારીમાં અમેરિકામાં 40 ભારતીયોના કોરોનાથી મોત, જાણો ગુજરાતના કેટલા

Published By: Gayatri

Last Updated: 04:25 PM, 13 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે આખા વિશ્વને બાનમાં લીધુ છે. ભારત અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી પરંતુ અમેરિકામાં કાળોકેર વર્તાવી રહ્યો છે. એપીસેન્ટર બની ચુકેલા અમેરિકામાં 5 લાખથી વધુ કોરોનાગ્રસ્ત બની ચુક્યા છે અને 20 હજારથી વધુ લોકોના કોરોનામાં મોત થઈ ચુક્યા છે. ત્યારે આ મહામારીમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ પોતાનો જીવ ખોઈ ચુક્યા છે. 40થી વધુ ભારતીય મુળના લોકોના અમેરિકામાં કોરનાથી મોત થયા છે.

ADVERTISEMENT

  • હજારોની સંખ્યામાં ભારતીયો થયા છે ચેપગ્રસ્ત
  • અમેરિકાના અન્ય વિસ્તારોમાં પણ ભારતીયો બન્યા શિકાર
  • સિંગાપોરથી પણ ખરાબ સમાચાર

ન્યુયૉર્ક અને ન્યુજર્સીમાં સૌથી વધુ ભારતીયોએ કોરનામાં જીવ ગુમાવ્યા છે જેમાં કેરળના 17, ગુજરાતના 10, પંજાબના 4, આંધ્રપ્રદેશના 2 અને એક ઓડિશાના નાગરિકોનો સમાવેશ થયા છે. કોરોનાથી મરનાર ભારતીયોમાં એક જ વ્યક્તિની ઉમંર 21 વર્ષ હતી બાકી મોટા ભાગના લોકોની ઉમંર 60 વર્ષથી વધુ હતી. ત્યાં વસતા સમાજના આગેવાનોનું કહેવું છે કે, 
ન્યુયૉર્કમાં 15 ભારતીયો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા જ્યારે 12થી વધુ લોકોએ ન્યુજર્સીમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

અમેરિકાના અન્ય વિસ્તારોમાં પણ ભારતીયો બન્યા શિકાર

અમેરિકાના અન્ય વિસ્તારોમાં પણ ભારતીયોનાં મોત થયાં પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં 4, ટેક્સસ અને કૅલિફૉર્નિયામાં એક-એક ભારતીયના કોરોનાથી મોત થયા હોવાની જાણકારી મળી છે.  

લેટેસ્ટ આંકડો મળી શક્યો નથી

સૂત્રોના જણાવ્યાનુસાર ન્યુજર્સીમાં 400થી વધારે ભારતીય-અમેરિકીનાં પૉઝિટિવ ટેસ્ટ આવ્યાં છે. બીજી બાજુ ન્યૂયૉર્કમાં આ સંખ્યા 1000થી વધારે થઈ છે. આ શહેરમાં અનેક ભારતીય-અમેરિકી ટૅક્સી-ડ્રાઇવરના કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યાં છે. લેટેસ્ટ આંકડો મળી શક્યો નથી.

સિંગાપોરથી પણ ખરાબ સમાચાર

સિંગાપોરમાંથી ભારતીયો ખરાબ સમાચાર આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 191 કેસ આવ્યા છે. આ પૈકી 51 ભારતીય છે. તાજેતરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે સંક્રમિતોમાં મોટા ભાગે વિદેશી કર્મચારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Coronavirus NewYork coronavirus in Gujarat coronavirus patient singapur અમેરિકા કોરોના વાયરસ ન્યુજર્સી ન્યુયૉર્ક સિંગાપોર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ