બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 20000 crore income loss in lockdown

LOCKDOWN / રાજ્ય સરકાર દેવું કરીને પગાર ચુકવશે, બે મહિનામાં સરકારી આવકમાં રૂા. 20000 કરોડનો ફટકો

Gayatri

Last Updated: 09:27 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના સંકટે સરકારની કમર ભાંગી નાંખી છે. એક તો કરોડોની જાહેરાત ડેટા એનાલિસિસ કામ આવ્યા નથી અને ઉપરથી નવા નવા સહાય પેકેજ જાહેર કરાઈ રહ્યા છે અને છેલ્લા 2 મહિનાથી સરકારની તિજોરીમાં કોઈ આવક આવી નથી રહી ત્યારે ગુજરાત સરકારની તીજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે. લોકડાઉનના કારણે ગુજરાત સરકારની આવકમાં બે મહિનામાં રૂ.20,000 કરોડની આવકનો ફટકો પડશે

  • દર મહિને 4થી 5 હજાર કરોડ પગાર ચૂકવે છે સરકાર
  • શેનાથી થયું મોટુ નુકસાન?
  • પ્રજા પર વેરાનું ભારણ આવી શકે છે.

ગુજરાત સરકારની આવક ઘટી છે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણી સરકારે બંધ કરવી પડે એવી સ્થિતી ઊભી થવાની તૈયારી છે. સરકાર પાસે હવે પૈસા નથી. તેથી મીનરલ સહાય ફંડ પણ વાપરવા લાગી છે. છતાં તેના કર્મચારીઓ કે અધિકારીઓનો પગાર કાપવાની વાત ફગાલી દીધી છે.

દર મહિને 4થી 5 હજાર કરોડ પગાર ચૂકવે છે સરકાર

સરકારી કર્મચારીઓના પગાર કરવા માટે લોન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. દર મહિને 4થી 5 હજાર કરોડ પગારના ચૂકવવામાં આવે છે. વર્ષે રૂ.1.50 લાખ કરોડમાં 25 ટકા આવક ઘટી શકે એવો અંદાજ નાણા વિભાગના એક અધિકારીએ બતાવ્યો છે. જો મંદી લાંબો સમય ચાલશે તો તેમાં રૂ.50 હજાર કરોડનું મોટું ગાબડું પડી શકે તેમ છે.

શેનાથી થયું મોટુ નુકસાન?

ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી, વેલ્યુ એડેડ ટેક્સ, સ્ટેમ્પડ્યુટી, વાહન વેરો, જમીન મહેસૂલ, વીજળી વેરો, રિયલ એસ્ટેટ પરના વેરા અને ફી, ખનિજ રોયલ્ટીમાં થયું છે.

ક્યાં ક્યાંથી નથી આવી આવક

2019-20ના નાણાકીય વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મોટું નુકશાન કરાવીને કરવેરાના રૂ.5815 કરોડ હજું આપ્યા નથી. રાજ્યના કરવેરામાં 1792 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બાકી ટેક્સની રકમમાં 12,708 કરોડનો વધારો થયો છે. જે ઉદ્યોગોએ સરકારને આપ્યા નથી. બાકી કરના રૂ.45 હજાર કરોડ આવવાના હતા જે આવ્યા નથી.

કેન્દ્રની સ્થિતિ રાજ્યા કરતાં પણ ખરાબ

ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં રૂ.16666 કરોડનું કોરોના સહાય વળતર ચૂકવ્યું છે. કેન્દ્ર સરકાર તેનો હિસ્સો આપી શકતી નથી. કેન્દ્રની મોદી સરકારની આર્થિક સ્થિતી ગુજરાતની ભાજપની રૂપાણી સરકાર કરતાં પણ ખરાબ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ