ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus in Dahod doctors dance in covid center

સકારાત્મકતા / સલામ છે આ કોરોના સામે લડતા લડવૈયાઓને, જુઓ ડોક્ટરોએ દર્દીઓને ખુશ કરવા શું કર્યુ?

Published By: Gayatri

Last Updated: 12:37 PM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલ કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે હવે ખરેખર લોકોની મેન્ટલ હેલ્થ પર પણ અસર પડી રહી છે એવામાં દાહોદમાં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • દાહોદના મન પ્રફૂલ્લિત કરી દેતા દ્રશ્યો
  • સ્ટાફ નર્સ અને ડોક્ટરે કર્યો ડાન્સ
  • સ્ટાફ નર્સ અને ડોક્ટર ગરબે ઝૂમ્યા

દાહોદમાં કોરોનાના કહેર વચ્ચે મન પ્રફૂલ્લિત કરી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ અને ડોક્ટર ગરબે ઝૂમ્યા હતા. હાલ તમામ જગ્યાએ કોરોનાની નેગેટીવીટીએ કબજો જમાવ્યો છે ત્યારે ખીન્ન મન્નને પ્રશંન્ન કરવું જરૂરી છે. 

કોરોનાની કોઈ દવા નથી એ આપણને ખબર છે તે માટે વેક્સિન શોધાઈ છે પણ તે લીધા બાદ પણ કોરોના નહીં થાય તેની ગેરન્ટી નથી એ પણ આપણને ખબર છે ત્યારે આપણી કોરોના પોઝિટિવિ નહીં પણ જીવનને જોવાની પોઝિટિવિટી જ કામ આવશે. 

એવામાં આ કોરોના વોરિયર્સ જે દિવસના કેટલાય દર્દી અને દર્દીના સગાને આંસુઓ સારતા જુએ છે તેમણે જ દર્દીઓનું મન હળવું કરવા ગરબા અને ડાન્સ કર્યો હતો. દાહોદમાં ઝાયડસમાં સ્ટાફ નર્સ, અને ડોક્ટરોએ ઠુમકા લગાવી દર્દીઓનો મૂડ હળવો  કર્યો હતો. હાસ્ય જેવી એકેય દવા નથી. તમે પણ પ્રસન્ન રહો અને બીજાને પ્રસન્ન કરો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive coronavirus in Dahod દાહોદ Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ