બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus Gujarat Expert Task Force Health Secretary Jayanti Ravi

કોરોના વાયરસ / ડૉ. તેજસ પટેલે કહ્યું- ચોમાસામાં કોરોના વધારે ફેલાય તે ભ્રમણા, આવી રીતે ઓછો થશે વાયરસ

Hiren

Last Updated: 05:42 PM, 7 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ફેલાઇ રહ્યું છે. આ સંક્રમણ સામે સમગ્ર રાજ્ય લડી રહ્યું છે. ત્યારે આ અંગે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આરોગ્ય અગ્ર સચિવે મહત્વની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં વિશ્વ કક્ષાના તજજ્ઞો-નિષ્ણાંતોની ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું. વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો સાથે ચર્ચા કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉ.તેજસ પટેલે જણાવ્યું કે, આપણે પણ પોઝિટિવ હોય શકીએ પણ લક્ષણો નથી એટલે ટેસ્ટની જરૂર નથી. આપણે હવે કોરોના સાથે જીવતા શિખવું પડશે.

  • ગુજરાતમાં આરોગ્ય વિભાગની બે સપ્તાહ પછી પત્રકાર પરિષદ
  • વ્યૂહરચના માટે બનાવેલી કમિટિના નિષ્ણાત 9 ડોક્ટર્સ પણ હાજર રહેશે
  • ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બન્યા પછી બંધ થઈ હતી પત્રકાર પરિષદ

જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે કઇ રીતે એક્શન લઇ શકાય અને કયા સુધારા કરી શકાય. આ માટે 9 તબીબોની વિશેષ ટીમ માહિતી આપશે. જેઓ કોરોનાની સ્થિતિ સામે કેવી રીતે લડવું તેની માહિતી આપશે. ગુજરાત જ નહીં ભારત કક્ષાના તજજ્ઞોને છે. આ કમિટી આપણને એડવાઇઝ કરી રહી છે. 

પદ્મશ્રી ડો.તેજસ પટેલનું મોટું નિવેદનઃ કોરોના સાથે જીવતા શીખવું પડશે

કોરોના સંક્રમણ અત્યારે પીક પર છે. કોરોનાની વેક્સીન આવે એ જરૂરી નથી. આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે. આપણી પાસે સ્વાઈન ફલૂ, HIVની વેક્સીન નથી. કોરોના સાથે સાવચેત રહી જીવવાની જરૂર છે. આ વાયરસ ગમે ત્યારે જતો રહેશે ચિંતા કરવાની જરૂર નથી.

ડૉ.તેજસ પટેલે કહ્યું, ચોમાસા દરમિયાન કોરોના વધારે ફેલાય તે ભ્રમણા છે. ભેજવાળા વાતાવરણમાં કોરોનાનો ફેલાવો ઓછો થશે છે. ભેજનું પ્રમાણ વધે અને તાપમાન 35 ડિગ્રી થાય તો સંક્રમણ ઘટશે. યુવાનો એવું માને છે કે કોરોના પતી ગયો તે ખોટુ છે. યુવાનો કોરોનાના કેરિયર બની શકે. તેજસ પટેલે જણાવ્યું કે, અમદાવાદ સેન્ટ્રલ વોર્ડમાં હર્ડ ઈમ્યુનિટિની શરૂઆત થઇ ચૂકી છે, કોટ વિસ્તારમાં કેસ ઘટી રહ્યા છે.

તો અન્ય ડૉ. અમી પરીખે કહ્યું, કોરાનાથી 85 ટકા દર્દીઓ સાજા થાય છે. એક્સપર્ટ ટીમના ડૉક્ટર વિરલ શાહે કહ્યું કે, તબલીગી જમાતને કારણે અમદાવાદમાં સંક્રમણ વધ્યું છે.

કોરોનાના કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી: ડૉ. તેજસ પટેલ

આ અંગે ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનો કોઈ કાયમી ઈલાજ નથી. જેને કોરોનાના કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી. સ્પેસિફિક ઈન્ડિકેશન હોય તો જ ટેસ્ટની જરૂર છે. ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે અને તેમને તાત્કાલિક સારવાર આપવા પર ભાર મુકાશે. જેટલો સમાજ ચિંતિતિ છે એટલા જ તબીબો પણ ચિંતિત છે. મોત કેમ વધારે થયા છે તેનો જવાબ આપવો અઘરો છે. પ્રથમ લક્ષણ 8થી 10 દિવસમાં જોવા મળે છે. જેમ ઉંમર વધે છે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. યુરોપિયન દેશોમાં મૃત્યુ દર અલગ અલગ છે.

200 કરતા વધુ દેશોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે અને આ વાયરસ આખી દુનિયા માટે નવો છેઃ ડૉ. તેજસ પટેલ

ડૉ. તેજસ પટેલે કહ્યું કે, 200 કરતા વધુ દેશોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. લૉકડાઉનના કારણે આપણે એક લેવલ સુધી કોરોનાને રોકી શક્યા. દુનિયામાં કોઈપણ એક્સપર્ટ પાસે વાયરસની સંપૂર્ણ માહિતી નથી. આપણે આપણા અનુભવમાંથી શીખી કાળજી રાખી રહ્યાં છીએ. ગુજરાતમાં મૃત્યુનો દર વધારે છે. વધુ મૃત્યુદર અંગે તબિબો ચિંચિત છે. કોરાનાથી જેટલો સમાજ ચિંતિત એટલા અમે પણ ચિંતિત છે. ડેથ રેસીઓ ઘટાડવા દુનિયા ભરના નિષ્ણાતોના સંપર્કમાં છીએ. દુનિયાભરના એક્સપર્ટ સાથે હાલ સંપર્કમાં છીએ. કોરોના વાયરસની કોઇ ટ્રીટમેન્ટ નથી. કોરોના વાયરસની કોઈ નિશ્ચિત સારવાર નથી. ગુજરાતમાં મૃત્યુદર શા માટે વધારે છે એનો જવાબ આપવો મુશ્કેલ છે. વાયરસથી થતા મૃત્યુના કારણો અલગ-અલગ છે. અલગ-અલગ દેશમાં મૃત્યુદરમાં મોટો તફાવત છે. યુરોપમાં નજીક-નજીકના દેશોમાં પણ મૃત્યુદરમાં મોટો તફાવત. આપણા એક એક રાજ્યમાં યુરોપના દેશો જેટલી વસ્તી. ઉણપો પૂર્ણ કરી ગંભીર દર્દીઓને બચાવવા અમારો પ્રયાસ છે. દેશમાં સરેરાસ મૃત્યુદર 2 ટકા છે, ગુજરાતમાં 6.22 ટકા છે. RT-PCRનો ટેસ્ટ લક્ષણ ન હોય તેવાઓએ કરાવવો ન જોઈએ. અમારૂ વિશેષ ધ્યાન ગંભીર દર્દીઓને બચાવવા પર છે. પોઝિટિવ દર્દી નેગેટિવ થયા કે નહી તે જોવા RT-PCR જરૂરી નહીં. એસિમ્પોટોમેટિક માટે ટેસ્ટ કરાવવો જરૂરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ