બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

VTV / coronavirus death rate rises two and a half times in 20 days in india

અનલૉક 1 / કોરોના સંકટે વધારી ભારતની ચિંતાઃ 21 દિવસમાં આટલો વધ્યો ડેથ રેટ, આવનારો મહિનો હોઈ શકે છે ખતરનાક

Bhushita

Last Updated: 08:08 AM, 22 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. એક જૂને દેશમાં 2 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા ન હતા. પરંતુ હવે ફક્ત 22 દિવસમાં આ આંકડો 4.10 લાખને પાર પહોંચ્યો છે. વધતું સંક્રમણ ચિંતાનો વિષય છે, આ સિવાય અન્ય ચિંતાની વાત એ છે કે ડેથ રેટ પણ સતત વધી રહ્યો છે. ભારતમાં 20 દિવસમાં કોરોનાનો ડેથ રેટ અઢી ગણો વધ્યો છે અને સાથે દુનિયામાં પણ ડેથ રેટ વધી રહ્યો છે પંરતુ તે ભારતની સરખામણીએ ઓછો છે.

  • ભારતને અનલૉક 1 પડ્યું ભારે
  • 20 દિવસમાં અઢી ગણો વધ્યો ડેથ રેટ
  • ભારતમાં કોરોનાનો કુલ આંક 4.10 લાખને પાર પહોંચ્યો

આ મહિનાની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસથી ડેથ રેટ 4  હતો. જેમ જેમ મહિનો આગળ વધતો ગયો ડેથ રેટમાં પણ વધારો જોવા મળ્યોય આજની તારીખમાં દેશમાં ડેથ રેટ 10 છે. એટલે કે 20 દિવસમાં તે અઢી ગણો વધ્યો છે. મોતના આંકડા વધવા તે પણ ચિંતાનો વિષય છે. જો આ સ્થિતિ કાયમ રહી તો આવનારો જુલાઈ ભારતમાં ડેથ રેટ વધારી શકે છે. એક રિપોર્ટ અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં ભારતમાં કોરોના પીક પર હોઈ શકે છે અને ખતરો વધી શકે છે. 

દુનિયામાં આવી છે સ્થિતિ

દુનિયાની વાત કરીએ તો આજે દેશમાં કોરોનાથી ડેથ રેટ 10 છે અને દુનિયામાં તે સરેરાશ 60 છે. એટલે કે આ વાયરસથી પ્રતિ 10 લાખ આબાદી પર ભારતમાં 10 અને દુનિયામાં 60 લોકો જીવ ગુમાવી રહ્યા છે. જૂનની શરૂઆતમાં દુનિયાનો ડેથ રેટ 52 હતો જે હવે સતત વધી રહ્યો છે. વર્લ્ડોમીટર અનુસાર દુનિયામાં 90 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. 

બાંગ્લાદેશમાં ભારતથી ઓછો છે ડેથ રેટ

પડોશી દેશની વાત કરીએ તો ચીન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકામાં ભારતથી ડેથ રેટ ઓછો છે. ચીનમાં ડેથ રેટ 3 અને બાંગ્લાદેશમાં 9 છે. અફઘાનિસ્તાનમાં 15, પાકિસ્તાનમાં 16 છે. નેપાળ અને શ્રીલંકામાં 1થી પણ ઓછો છે. ભૂટાનમાં શૂન્ય છે. 

બ્રિટન, સ્પેન અને ઈટલીમાં 500થી વધુ

ભારત જ નહીં, અમેરિકા, બ્રાઝિલ, રૂસ સહિત અનેક દેશોમાં કોરોનાનો ડેથ રેટ વધી રહ્યો છે. સૌથી વધારે કેસ વાળા 10 દેશોમાં સૌથી વધારે ડેથ રેટ બ્રિટનમાં 628, સ્પેનમાં 606 અને ઈટલીનો 576 છે. અમેરિકામાં 369, બ્રાઝિલમાં 276 અને રૂસમાં 56 છે. 

રિકવરી રેટમાં આવી રહ્યો છે સુધારો

રાહતની વાત તો એ છે કે ભારતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીની સંખ્યા વધી રહી છે. ભારતમાં જૂનની શરૂઆતમાં કોરોના દર્દીનો રિકવરી રેટ 47 ટકાની આસપાસ છે. જે હવે 55 ટકાથી વધ્યો છે. આ સમયે દુનિયાનો રિકવરી રેટ પણ વધ્યો છે અને તે 53 ટકા સુધી પહોંચ્યો છે. વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં હાલમામં 4.25 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 2.37 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ