ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / Politics / વિશ્વ / Corona's prime minister may leave the chair amid difficult circumstances, citing 'pay hike'
ADVERTISEMENT
ADVERTISEMENT
કોઈને પણ આ વાત જાણીને આશ્ચર્ય સહ આઘાતની લાગણી થશે કે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન તેમની ઓછી વાર્ષિક આવકને લીધે આગામી 6 મહિના બાદ તેમના પદ પરથી રાજીનામું આપવાનો વિચાર કરી રહ્યા છે.

ADVERTISEMENT
બ્રિટીશ મીડિયામાં આ અંગેના અહેવાલ ફેલાયા હતા
આ વાતને લઈને બ્રિટિશ મીડિયામાં વહેતા એક સમાચાર મુજબ બ્રિટિશ વડાપ્રધાન ને હાલમાં વાર્ષિક 150,042 પાઉન્ડનો પગાર આપવામાં આવે છે જે ભારતીય રૂપિયામાં વાર્ષિક 1.43 કરોડ રૂપિયાની સમકક્ષ થાય છે. આટલા ઓછા પગારમાં તેમનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ છે અને તેઓ એવું વિચારી રહ્યા છે કે આનાથી બે ગણું તો તેઓ કૉલમ લખીને કમાઈ લેતા હતા. હાલમાં તેઓ બ્રેક્ઝિટ અને કોરોના મહામારીને પહેલા હેન્ડલ કરવા ધારે છે જો કે તેમને આ વાતનું દુઃખ છે કે તેમની પહેલાના વડાપ્રધાન તેમના કરતા વધુ આવક ધરાવતા હતાં.
ADVERTISEMENT
બોરિસ જહોનસન કોલમ લખે છે અને આ તે તેમની આવકનો સ્રોત પણ છે. ટોરી નેતા બનતા પહેલા તેઓ કોલમ લખીને વર્તમાન આવક કરતા વધારે કમાતા હતા. હવે તેમની જવાબદારીઓ વધી છે, પરંતુ પગાર ઓછો છે.

ADVERTISEMENT
બોરિસ જહોન્સન ને છે 6 બાળકો, જેમના માટે કરવો પડે છે ખર્ચ
એક સાંસદે કહ્યું કે બોરિસ જ્હોનસન ને છ બાળકો છે, જેમાંથી કેટલાક યુવાન છે. તેઓએ આર્થિક સહાય પણ આપવી પડશે. છૂટાછેડા માટે તેણે તેની પૂર્વ પત્નીને શેરલોડના રૂપમાં નોંધપાત્ર રકમ ચૂકવવી પડી છે. તેમનો એક નાનો પુત્ર શાળામાં અભ્યાસ કરે છે, જેના માટે તેમણે ફી પણ મોકલવી પડશે.
ADVERTISEMENT
બોરિસ જહોન્સન ના જવાના સમાચાર માર્કેટમાં ફરતાની સાથે જ આગામી બ્રિટીશ વડાપ્રધાન પદના ઉમેદવારો માટે અંદાજ લગાવવાના શરુ થઈ ગયા હતાં, જેમાં હાલમાં નાણા મંત્રી ઋષિ સુનક, વિદેશ મંત્રી ડોમિનિક રાબ, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જેરેમી હંટ, કેબિનેટ મંત્રી મિશેલ ગોવ વગેરેના નામો સામેલ છે, જો કે સટોડિયાઓની પસંદ હાલમાં ઋષિ સુનક છે જેમણે તેમની પર્સનલ ઇન્કમ માંથી કોરોના મહામારી માટે મદદ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ