બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / corona wave come again Increasing cases in this city of the country h know the update

મહામારી / શું ફરીથી આવશે કોરોના લહેર? દેશના આ શહેરમાં વધતા જતા કેસોએ ટેન્શન વધાર્યું, જાણો અપડેટ

Megha

Last Updated: 08:10 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋતુ બદલાવાની સાથે જ આ કોરોના વાયરસે પણ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને દિલ્હીમાં H1N1ની સાથે સાથે કોવિડના કેસ પણ વધવા લાગ્યા છે.

આ દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, કોઈ દિવસ બપોરના સમયે ગરમી લાગે અને રાત્રે ઠંડીના કારણે મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

એવામાં જો તમને કે તમારી આસપાસ કોઈને લાંબા સમયથી શરદી અને ઉધરસ હોય તો તેને સામાન્ય તાવ ન સમજીને કોરોના ટેસ્ટ કરાવવાનો સમય ફરી આવ્યો હોય એવું લાગી રહ્યું છે. આ દિવસોમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

Topic | VTV Gujarati

ઋતુ બદલાવાની સાથે જ આ કોરોના વાયરસે પણ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને દિલ્હીમાં H1N1 ચેપ પહેલાથી જ સક્રિય હતો, હવે કોવિડના કેસ પણ વધવા લાગ્યા છે. ડોકટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી કોવિડના કેસમાં વધારો થયો છે અને હોસ્પિટલમાં ઘણા દિવસો પછી ત્રણ કોવિડ દર્દીઓ એક સાથે દાખલ કરવામાં આવ્યા છે.

સાથે એમ પણ કહ્યું છે કે છેલ્લા બે દિવસથી સંક્રમણના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. આટલું જ નહીં, મે 2023 પછી પહેલીવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો છે. ગુરુવારના અહેવાલ મુજબ, દિલ્હીમાં કોરોનાના 63 નવા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાના 10 વેરિઅન્ટ ઉપલબ્ધ, વૈજ્ઞાનીકોએ BF.7ને લઈને ભારત માટે કર્યો  મોટો ખૂલાસો | bf7 variant of covid 19 cause a new covid wave in india  should india worry about coronavirus

નોંધનીય છે કે એક રિપોર્ટ અનુસાર જાન્યુઆરી સુધી દિલ્હીમાં સ્વાઈન ફ્લૂ એટલે કે H1N1ના 180 કેસ નોંધાયા છે. આમાં ઝડપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે આખા 12 મહિનામાં માત્ર 209 કેસ નોંધાયા હતા અને આ વખતે માત્ર 31 દિવસમાં 180 કેસ નોંધાયા છે.

આ વિશે ડૉક્ટરનું કહેવું છે કે કોવિડના પહેલા કરતા વધુ કેસ આવી રહ્યા છે. ઓપીડીમાં યુવાન દર્દીઓ આવી રહ્યા છે. તેમાંથી મોટા ભાગનાને એક-બે દિવસ તાવ આવે છે, પરંતુ વૃદ્ધોને તાવની સાથે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, તેમને દાખલ કરવા અને લક્ષણોના આધારે સારવાર કરવી પડશે. આ દિવસોમાં H1N1 પણ લોકોને મોટી સંખ્યામાં થઈ રહ્યો છે હવે આ કોવિડ છે કે H1N1 છે તે ફક્ત જોઇને કહેવું મુશ્કેલ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય છે ત્યારે આ વાયરસ સક્રિય થઈ જાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ