બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / corona-virus-pm-narendra-modi-all-states-cm-video-conferencing

સંવાદ / કોરોના સંકટ પર તમામ મુખ્યમંત્રીઓને PM મોદીનું આશ્વાસન, કહ્યું મળીને લડીશું

vtvAdmin

Last Updated: 01:14 PM, 2 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આ દરમ્યાન મુખ્યમંત્રીઓને રાજ્યો તરફથી કરાઈ રહેલા ઉપાયો પર ચર્ચા કરાઈ રહી છે. સાથે જ કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી વ્યવસ્થા વિશે પણ જણાવવામાં આવ્યું હતું. આ પહેલાં પીએમ મોદી અમુક સેક્ટરના લોકો સાથે કોરોના સંકટ પર ચર્ચા કરી ચૂક્યાં છે.

મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી સામાન્ય પ્રજા સુધી જરૂરી સામાન પહોંચાડવા અને તેમના માટે કરાયેલી વ્યવસ્થા પર વાત કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ તમામ મુખ્યમંત્રીઓને લૉકડાઉનનું કડક પાલન કરવા જણાવ્યું હતું. તેમણે આ સાથે રાજ્યોને અપીલ કરી હતી જે રાજ્યોમાં જમાતના લોકો ગયા છે તેમને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવે. 

આ સાથે PM મોદીએ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને આ સંકટના સમયમાં આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે સાથે મળીને લડીશું.

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા 2000ને વટાવી ગઈ છે, જ્યારે 58 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકની અંદર જ સાત લોકોના મોત થયા છે અને લગભગ 300 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ઝડપથી વધી રહેલા કોરોના સંકટને લઈને સમગ્ર દેશ ચિંતત છે.

શ્રમિકોના પલાયન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે આપણે શ્રમિકોના પલાયનને કોઇપણ રીતે રોકવી પડશે. તેના માટે દરેક રાજ્ય પોતાના તરફથી સારી વ્યવસ્થા કરે. શ્રમિકો માટે શેલ્ટર હોમની સાથે ખાવા-પીવાની વ્યવસ્થા કરે. આ સાથે શ્રમિકોને પણ અપીલ કરી છે કે તેઓ રોડ પર ન નીકળે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આ સંકટના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઉત્તમ સંકલનની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સરકારના પડખે ઉભી છે અને રાજ્ય સરકારને જે જરૂરી મદદ છે તે ઉપલબ્ધ કરાવામાં આવશે.  આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મેડિકલ સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી.
 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાંક દિવસોમાં કોરોનાના વધતાં કેસને લઇને ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળે તેઓ આઇસોલેટ થાય. આ સાથે તેમના સંપર્કમાં આવેલા બધા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે. જો ક્વોરન્ટાઇન વોર્ડ વધારવાની જરૂરિયાત છે તો તેને વધારવામાં આવે. 

આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોગ પ્રતિકારક ક્ષમતા (ઇમ્યુનિટિ) વધારવા અંગે ટિપ્સ આપી હતી. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું, આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઇમ્યૂનિટિ માટે કેટલાક દિશાનિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે સરળતાથી કરી શકાય છે. કેટલીક તો એવી વાત છે કે જે હું વર્ષોતી કરતો આવ્યો છું. જેમ કે આખુ વર્ષ ગરમ પાણી પીવું.

આમ દેશમાં વધતા કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બધા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે રાજ્યો તરફથી કરવામાં આવી રહેલા ઉપાયો પર વાતચીત કરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ