ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Corona Vaccine Update : indian vaccine in second stage

Corona Vaccine Update / દેશી વેક્સીન પર મળી રહી છે ગુડ ન્યૂઝ, સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યા સંકેત

Published By: Parth

Last Updated: 06:53 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે. એવામાં દુનિયાનાં કેટલાક દેશોમાં કોરોનાની રસી શોધવા માટે દિવસ રાત એક કરી દેવામાં આવ્યા છે ત્યારે ભારતમાં પણ સ્વદેશી વેક્સિનથી ગુડ ન્યૂઝ મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે આપણે કોરોના સામે જીત હાંસલ કરીને જ રહીશું.

ADVERTISEMENT

  • Covaxin માનવ પરીક્ષણમાં બીજા ટ્રાયલમાં 
  • ચીની કંપની સાઇનોફાર્મની વેક્સિન હ્યૂમન ટ્રાયલનાં થર્ડ સ્ટેજમાં
  • મલેશિયા અને અમેરિકાથી પણ વેક્સિન પર મળ્યા સારા સમાચાર 

ભારતમાં વેક્સીન પર મળી રહી છે ખુશ ખબર 

કોરોના વાયરસનો ખાત્મો કરનારી વેક્સિનની શોધ ચાલી રહી છે. અનેક વેક્સિન કેન્ડિડેટ્સનો ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચુક્યો છે. ICMR-ભારત બાયોટેકની દેશી કોરોના વેક્સિન Covaxinનો ફેઝ 1 અને 2 ટ્રાયલ પણ શરૂ થઈ ગયો છે. શરૂઆતના ડોઝ આપવામાં આવ્યા બાદ વૉલિયન્ટર્સમાં કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી નથી. 

ચીની કંપની સાઇનોફાર્મની વેક્સિન હ્યૂમન ટ્રાયલનાં થર્ડ સ્ટેજમાં

રિસર્ચમાં સહયોગી માટે ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીએ પોતાના દરવાજા ખોલ્યા છે. ગ્લોબલ લેવલ પર જોઇએ તો ચીની કંપની સાઇનોફાર્મની વેક્સિન હ્યૂમન ટ્રાયલનાં થર્ડ સ્ટેજમાં પહોંચી ગઈ છે. દાવો છે કે આ વેક્સિન ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં પહોંચનારી દુનિયાની પહેલી કોવિડ-19 વેક્સિન છે.

મલેશિયામાં મળ્યા સારા સમાચાર 

મલેશિયામાં માણસો પર ટેસ્ટ થનારી કોરોના વેક્સિનનાં શરૂઆતનાં પરિણામ ઘણા સારા રહ્યા છે. વેક્સિન દરેક વૉલિયન્ટર્સમાં ઇમ્યૂન રિસ્પોન્સ ટ્રિગર કરવામાં સફળ રહી છે. રિસર્ચર્સ પ્રમાણે વેક્સિનની કોઈ ખાસ સાઇડ ઇફેક્ટ્સ જોવા નથી મળી. આ પરિણામો એ માટે પણ મહત્વનાં છે, કેમકે અત્યાર સુધી મોટાભાગની વેક્સિનનાં ટ્રાયલમાં અનેક સાઇડ ઇફેક્ટ જોવામાં આવી છે. મલેશિયાએ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હજુ વધારે સ્ટડીની જરૂર છે. 

અમેરિકન કંપની મૉડર્નાની વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં તમામ વૉલિયન્ટિઅર્સમાં કોરોના પ્રત્યે ઇમ્યૂનિટી શરૂ કરવામાં સફળ રહી છે.

હેલ્થ મિનિસ્ટરે કહ્યું : કોરોના સામેની લડાઈનો નિર્ણાયક દોર શરુ 

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વિટ કરીને કહ્યું કે કોરોનસ સામેની લડાઈ હવે નિર્ણાયક દોરમાં આવી ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસ વિકાસ માટે ચાઈ રહેલા પ્રયાસોના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. આપણે ખૂબ જલ્દી મહામારી સામે જીત હાંસલ કરીશું. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona vaccine covid 19 coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ