બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona crisis Navratri Garba planning cm rupani statement gujarat
Hiren
Last Updated: 05:34 PM, 27 July 2020
ADVERTISEMENT
ગરબા ગુજરાતની ઓળખ છે ત્યારે કોરોનાના કારણે તહેવારોની ઉજવણી પર અનેક પ્રશ્નાર્થ લાગી રહ્યાં છે. ત્યારે નવરાત્રી પણ હવે નજીક આવી રહી છે. કોરોના સંકટ વચ્ચે ગરબાનું આયોજન શક્ય ન હોવાની વાત સામે આવી છે. આ વખતે ગરબાનું આયોજન કરવું સંભવ નથી. ૉજેને લઇને ગાંધીનગરમાં આજે(સોમવાર) ગરબા ઓર્ગેનાઇઝરો મુખ્યમંત્રી રૂપાણી સાથે આ મુદ્દે રજૂઆત કરી હતી. ગરબા ઓર્ગેનાઇઝર મુખ્યમંત્રી રૂપાણી આવેદનપત્ર આપ્યું હતું. આયોજકો નાના પાર્ટીપ્લોટમાં લિમિટેડ પબ્લિક સાથે ગરબાની મંજૂરી માટે રજૂઆત કરી હતી.
30 ઓગસ્ટ સુધી કોઇ મંજૂરી નહીં, પછી જો પરિસ્થિતિ બદલાશે તો વિચારીશું: મુખ્યમંત્રી
CM રૂપાણી સાથે મુલાકાત બાદ ગરબા સંચાલકોએ નિવેદન આપ્યું હતું. જેમાં ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વખતે ગરબાનું આયોજન કરવું સંભવ નથી. આયોજકોએ નાના-પાર્ટી પ્લોટમાં
મર્યાદિત લોકો સાથે ગરબાની મંજૂરી માગી હતી. 30 ઓગસ્ટ સુધી સરકાર કોઇ પણ પ્રકારની નહીં આપે મંજૂરી. 30 ઓગસ્ટ બાદ પરિસ્થિતિ બદલાય તો સરકાર વિચારણા કરશે. પરિસ્થિતિ બદલાશે તો સરકાર ગાઈડલાઈન બહાર પાડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.