બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / convention of Kshatriya Thakor Samaj was held in Patan BJP leader Mangaji Thakore has demanded tickets

શક્તિપ્રદર્શન / ઉત્તર ગુજરાતનું સમરાંગણ: પાટણમાં ભાજપ નેતા અને ક્ષત્રિય આગેવાનની ચોખ્ખી ચટ વાત, ટિકિટ નહી મળે તો પણ ચૂંટણી લડાશે!

Kishor

Last Updated: 08:50 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ નેતા મંગાજી ઠાકોરે ટિકિટની માંગ કરી છે. ઉપરાંત ટિકિટ નહી મળે તો પણ ચૂંટણી લડીશ તેવી જાહેરાત કરતા નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

  • પાટણમાં યોજાયું ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન
  • મંગાજી ઠાકોરે ભાજપમાંથી માંગી ટિકિટ
  • ટિકિટ નહી મળે તો પણ ચૂંટણી લડીશ : મંગાજી ઠાકોર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા ટિકિટવાચ્છુકોની પડાપડી થઇ રહી છે. આવી સ્થિતિમાં પાટણ ભાજપમાં આજે મોટો અપસેટ સર્જાયો હતો. પાટણ વિધાનસભા બેઠકની ભાજપની ટિકિટની માંગ કરતા મંગાજી ઠાકોરે આજે ઠાકોર સમાજનાં સ્નેહમિલનનાં બેનર હેઠળ પોતાનું મોટું શક્તિ પ્રદર્શન યોજયુ હતું. જેમાં લાંબા સમયથી ટિકિટની રાહ જોતા મંગાજી ઠાકોરને 2022 માં ભાજપમાં સંભવિત નામોમાં સ્થાનના મળતા તેઓએ અગાઉથી જ શક્તિ પ્રદર્શન યોજી ટિકિટની માંગ કરી છે. એટલું જ નહિ  જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે તો ડંકાની ચોટ ઉપર ચુંટણી લડવાની ભાજપને ચિમકી પણ ઉચ્ચારતા રાજકારણમાં ચર્ચા જાગી છે.

પાટણ બેઠકમાં નવા જૂની થવાના એંધાણ 
શક્તિ પ્રદર્શનમાં ખુદ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, અખિલ એકતા ક્ષત્રિય સમાજના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, ઠાકોર સમાજના વિવિધ ગામોના આગેવાનો તેમજ યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાંથી અભિજીતસિંહ બારડે સરકારને ચીમકી ઉચ્ચારી હતી કે જો પાટણ વિધાનસભા બેઠકમાં ભાજપ મંગાજી ઠાકોરને ટિકિટ નહીં આપે તો પણ મંગાજી ઠાકોર પાટણ વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી લડશે. બીજી તરફ મંગાજી ઠાકોર પણ હવે આરપારની લડાઈ લડવા માટે તૈયાર થઈ ગયા હોય તેમ પાટણમાં 25,000 મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જેને લઇને પાટણ વિધાનસભા બેઠકમાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. મંગાજી ઠાકોરે ભાજપ સામે બાયો ચડાવી છે ત્યારે પાટણ વિધાનસભા બેઠકમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.


રઘુ દેસાઈ પર અલ્પેશ ઠાકોરનો આરોપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાઘનપુર બેઠકને લઇ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાઘનપુર બેઠકના ધારાસભ્ય રઘુ દેસાઈ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા છે. ગઈકાલે રઘુ દેસાઈએ ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીપંચ અલ્પેશ ઠાકોરના દબાણમાં કામ કરે છે. આવી રીતે ચૂંટણીપંચ પક્ષકાર બને તે યોગ્ય કહેવાય નહીં, જેના જવાબમાં આજે અલ્પેશ ઠાકોરે રઘુ દેસાઈ પર આરોપ કર્યો છે. 

તેમણે ફેસબૂક પર લાઈવ આવીને આક્ષેપ કર્યો કે, રઘુ દેસાઈએ લાખો રૂપિયાના તોડ કર્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, રઘુ દેસાઈ રાધનપુરની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે. રાઘનપુરમાં હજુ રઘુભાઈની હોસ્પિટલ તૈયાર થઇ નથી. આમ છતાં હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી છે. આ હોસ્પિટલ ખુલ્લી મુકવા રઘુ દેસાઈએ રાજસ્થાનના મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું હતું. જો કે,. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને હોસ્પિટલ ન બનવાની જાણ હતી. જેથી તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવ્યા ન હતા.

ખેરાલુ બેઠક પરથી જીજ્ઞેશ બારોટ લડશે ચૂંટણી
ગુજરાત ચૂંટણી જંગ વચ્ચે  ખેરાલુ બેઠક પર નવા ઉમેદવારની જાહેરાતથી રાજનીતિ ગરમાઈ છે. લોકગાયક તરીકે પ્રખ્યાત જીગ્નેશ કવિરાજ ખેરાલુથી ચૂંટણી લડશે.જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે જેથી તેમણે ખેરાલુના રોજગાર, ઉદ્યોગ જેવા મુદ્દાઓને લઈ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ કવિરાજના ચૂંટણી લડવાના સમાચાર સામે આવતા ખેરાલુ બેઠક પર ભારે રસાકસી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જીગ્નેશ બારોટે ચૂંટણી લડવા વીષે વાત કરતા જણાવ્યુ હતુ કે, ખેરાલુમાં રોડથી લઈ પાણીની અનેક સમસ્યાઓ છે.તેમજ મારા ગામના લોકોની લાગણી હતી. જેથી પરિવાર અને સાથી કલાકારો સાથે ચર્ચા કર્યા બાદ અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ