બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy that Garba can be continued till late night during Navratri reached the High Court

મોટા સમાચાર / 'નવરાત્રીમાં 12 વાગ્યા બાદ કોઈ નાગરિક લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે', ગુજરાત હાઇકોર્ટનો આદેશ

Malay

Last Updated: 02:29 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા ચાલુ રાખી શકાશેનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં, લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં કરી ફરિયાદ.

  • લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં કરી રજૂઆત 
  • પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે સૂચના ન આપી શકે 
  • 12 વાગ્યા બાદ ગરબાની ફરિયાદ થશે તો કાર્યવાહી કરવી પડશે

Navratri 2023: નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકાર્ટે કહ્યું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

લાઉડ સ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ
મોડીરાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે HCમાં રજૂઆત કરી છે કે, SC અને HCનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે કોઈ સૂચના ન આપી શકે. નાગરિક દ્વારા મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નાગરિકની ફરિયાદ પર હાઈકોર્ટે કહ્યું કે, કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. 

નાગરિક ઓર્ગેનાઇઝર્સ સામે FIR દાખલ કરાવી શકે છેઃ HC
હાઈકોર્ટે કહ્યું કે, નાગરિક ફરિયાદ કરશે તો 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા ચાલી શકશે નહીં. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે FIR દાખલ કરાવી શકે છે. 

ખેલૈયાઓને લઈને લેવાયો છે મહત્વનો નિર્ણય
આપને જણાવી દઈએ કે, નવરાત્રીને લઈને ગુજરાતભરમાં માઈ ભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે. ગુજરાતના હોટ ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ગુજરાતીઓમાં પણ અનેરો રંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે, રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવા પડતા હોવાથી ખેલૈયાઓ નિરાશ હતા. પરંતુ હવે સરકારે રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની સમયસીમા દૂર કરી દીધી છે. 

ગરબે ધૂમતી ગોપીઓ..નવરાત્રીમાં કેમ ગરબા રમવામાં આવે છે? શું તેનું ધાર્મિક  મહત્વ, જાણો રોચક ઈતિહાસ | Why do people come to play Garba during Navratri  Does it have religious ...

હર્ષ સંઘવીએ આપી હતી મૌખિક સૂચના 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સાથે બેઠક કરી તેમને ખેલૈયાઓને કોઈ ખલેલ ન પહોંચે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે વધુમાં વધુ સમય સુધી ગરબા રમવા માટે મૌખિક સૂચના આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ SP અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવાની સૂચના આપી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ