બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / controversy in vadodara congress before gujarat assembly elections

પ્રથમ ગ્રાસે મક્ષિકા! / વિધાનસભા ચૂંટણી પૂર્વે વડોદરા કોંગ્રેસમાં કકળાટ, 5 પ્રભારીઓ શહેર છોડી સુરત જવા રવાના, કારણ ચોંકાવનારું

Dhruv

Last Updated: 10:24 AM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે હવે બીજી બાજુ વડોદરા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.

  • વિધાનસભા ચૂંટણી પહેલાં વડોદરા કોંગ્રેસમાં કકળાટ
  • કોંગ્રેસના 5 પ્રભારી વડોદરા છોડી સુરત રવાના થયા
  • પ્રભારીઓના ઉતારાની વ્યવસ્થા ન થતાં ચાલ્યા ગયાની ચર્ચા

શહેર કોંગ્રેસના 5 પ્રભારીઓ વડોદરા છોડી સુરત જવા રવાના થઇ ગયા છે. શહેરમાં પ્રભારીઓના ઉતારાની વ્યવસ્થા ન થતા તેઓ જતા રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. AICCના સેક્રેટરી બી.એમ.સંદીપને અગાઉ વડોદરા શહેર-જિલ્લાનો ચાર્જ સોંપ્યો હતો. શહેરની 5 વિધાનસભા બેઠક દીઠ 5 પ્રભારી પોતાના મૂક્યા હતા. બાદમાં કોંગ્રેસે મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી તરીકે ઉષા નાયડુને મૂક્યા હતા. જ્યારે બી.એમ.સંદીપ પાસેથી મધ્ય ગુજરાતનો ચાર્જ પરત લઇ લેવાયો હતો. આથી, બી.એમ.સંદીપ પોતાની સાથે પાંચેય પ્રભારીઓને સુરત લઈ ગયાની ચર્ચા ચાલી રહી છે. હાલ બી.એમ.સંદીપ પાસે દક્ષિણ ગુજરાત ઈન્ચાર્જની જવાબદારી છે.

યોગ્ય વ્યવસ્થા નહીં કરાતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયાની ચર્ચા

મહત્વનું છે કે, તમામ રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 182 બેઠક પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. જેમાં વડોદરામાં પાંચ બેઠકો પર પાંચ પ્રભારીની નિમણૂંક થઈ છે પરંતુ વડોદરા કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે તેઓની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે સંકલનનો અભાવ!

વડોદરાની પાંચ વિધાનસભાની બેઠકના પાંચ પ્રભારીની નિમણૂંક કર્યા બાદ તેઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં ન આવતા તેઓ વડોદરા છોડીને ચાલ્યા સુરત ચાલ્યા ગયા હોવાથી એકવખત ફરી કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચેના સંકલનના અભાવ અંગે પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

એ જ પ્રમાણે વડોદરા સયાજીગંજ વિધાનસભાની બેઠકની ચર્ચા માટે કાર્યકરોની મળેલી બેઠકમાં જાતિના સમીકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. ત્યારે પ્રદેશના અગ્રણીની ઉપસ્થિતિમાં સયાજીગંજની બેઠક અંગે પાંચ ટકા પછાત વર્ગના મત હોવા છતાં અગાઉ પૂર્વ પ્રમુખને ટિકિટ આપી હતી. જે અંગે સામસામે આક્ષેપબાજી થતા પૂર્વ પ્રમુખ બેઠક છોડીને ચાલ્યા ગયા હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી જાહેરમાં બહાર આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ