બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy in Mahisagar's Lunawada rally with Asaram posters and vehicles

સમર્થન / ગુજરાતનાં આ જિલ્લામાં આસારામના પોસ્ટર અને ગાડીઓ સાથે રેલી નીકળતા વિવાદ, મંજૂરી કોણે આપી તે ગંભીર સવાલ

Dinesh

Last Updated: 06:14 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગરના લુણાવાડા શહેરમાં હનુમાન વેલી રોડની મહિલા પોલીસ ચોકી સુધી આસારામના ફોટા સાથે યોજાયેલી રેલીની પરવાનગી કોણે આપી તેને લઇને લોકો સવાલ કરી રહ્યા છે.

  • મહિસાગરના લુણાવાડામાં યોજાઇ રેલી
  • આસારામના ફોટા સાથે રેલીથી વિવાદ 
  • દુષ્કર્મીના સમર્થનમાં રેલીની મંજુરી કોણે આપી?


દુષ્કર્મી આસારામ અને તેનો પુત્ર નારાયણ સાંઇ જેલમાં પોતાના કુકર્મોની સજા કાપી રહ્યા છે. જો કે તેના સમર્થનમાં ફરી મહિસાગર જિલ્લામાં રેલી યોજાતાં વિવાદ થયો છે. મહિસાગરના લુણાવાડામાં આસારામનો ફોટો વાહન પર મુકી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ વેદાંત સમિતિના બેનર સાથે રેલી યોજાતાં શહેરમાં લોકોમાં આશ્ચર્ય સાથે નારાજગી પણ જોવા મળી છે. 

આસારામના સમર્થનમાં રેલી
શહેરના હનુમાન વેલી રોડની મહિલા પોલીસ ચોકી સુધી યોજાયેલી રેલીની પરવાનગી કોણે આપી તેને લઇને લોકો સવાલ કરી રહ્યા છે. રેલી યોજવા માટે પોલીસ મંજુરી પણ લેવી પડે છે. ત્યારે પોલીસે કેવી દુષ્કર્મીની રેલીને મંજુરી આપી શકે તે સૌથી મોટો સવાલ છે. મહત્વનું છે કે દેશની સંસદમાં 24 કલાક પહેલા જ દુષ્કર્મીઓને ફાંસીની સજા અપાવતો કાયદો બનાવવામાં આવ્યો છે. જો કે બળાત્કારી આસારામની વારંવાર યોજાતી રેલીઓ, સ્કુલોમાં કરાવાતી પુજાઓ અને પુસ્તક મેળામાં રખાતા સ્ટોલ અંધભક્તિ અને વ્યવસ્થાના અધ:પતન તરફ આંગળી ચિંધે છે. 

મંજુરી કોણે આપી?
દેશમાં દરરોજ 86 દુષ્કર્મની ફરિયાદો થતી હોય તે દેશમાં દુષ્કર્મીની ખુલ્લેઆમ પુજા અને રેલી યોજવામાં આવી રહી છે ત્યારે કાયદો વ્યવસ્થા કેવી રીતે આંખ આડા કાન કરી શકે તે સૌથી મોટો સવાલ છે. આ રેલીને મંજૂરી કોણે આપી તે પણ એક સવાલ છે. જે સમગ્ર બાબતને લઈ પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ