બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Controlling cholesterol is essential amid the increased incidence of heart attacks

તમારા કામનું / નસોમાં જમા થઈ ગયેલા કોલેસ્ટ્રોલને ખેંચીને બહાર ફેંકી દેશે આ 5 વસ્તુઓ, હાર્ટને હેલ્ધી રાખવા આજથી જ ડાયટમાં કરો સામેલ

Kishor

Last Updated: 05:12 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેસ્ટ્રોલ એક પીળા રંગનો ખરાબો પદાર્થ છે. જે મનુષ્યના શરીરમાં નસોની ચારે તરફ ચોંટી જાય છે અને નશો બંધ કરી દેવાનું કામ કરે છે.જેથી તેને દૂર કરવું જરૂરી છે.

  • હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવું જરૂરી
  • કોલેસ્ટ્રોલ એક પીળા રંગનો ખરાબો પદાર્થ છે
  • એચડીએલ અને એલડીએલ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે

હાર્ટ એટેકના વધતા જતા ચિંતાજનક બનાવો વચ્ચે કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવું સૌથી મહત્વનું બની રહ્યું છે. કારણ કે કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકનું  જોખમ વધારી શકે છે. કોલેસ્ટ્રોલ એક પીળા રંગનો ખરાબો પદાર્થ છે. જે મનુષ્યના શરીરમાં નસોની ચારે તરફ ચોંટી જાય છે અને નશો બંધ કરી દેવાનું કામ કરે છે. પરિણામે હાર્ટ એટેકનો ખતરો વધુ જાય છે. એચડીએલ અને એલડીએલ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે જે એચડીએલએ સારો પદાર્થ છે જ્યારે એલડીએલએ પીળા રંગનો ચીકાણો પદાર્થ છે. હાર્ટ એટેક પાછળનું કારણ આ કોલેસ્ટ્રોલ હોય છે.

રોજ બદામ ખાતાં લોકો ખાસ વાંચી લેજો, તેને ખાવાથી ફાયદાની સાથે આવા નુકસાન પણ  થાય છે | Side effect of Almond These people avoid eating Badam harmful for  health

ઓટ્સ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના દાવા અનુસાર જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે મનુષ્યના શરીરમાં કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી. પરંતુ હાથ, ઘૂંટણ અને પગની ઘૂંટીઓમાં સોજો આવો અને આંખના ખૂણા પીળા પડવા તથા આંખના લેન્સની આસપાસ વર્તુળ બની શકે છે. નિષ્ણાતોના દાવા અનુસાર ઓટ્સ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જેમાં દ્રાવ્ય ફાઇબરથી ભરપૂર હોવાથી લોહીમાં ગંદકીને ચોંટતા અટકાવે છે.

બદામ, અખરોટ અને મગફળીમાં પણ ભરપુર વિટામીન

વધુમાં બદામ, અખરોટ અને મગફળીમાં પણ વિટામીન અને મિનરલ્સ ભરપૂર હોવાથી ખોરાકમાં આવી વસ્તુને સ્થાન આપવાથી હૃદય માટે ખૂબ જ ફાયદાકાર નીવડે છે. સાથે સાથે દાળમાં અને કઠોળમાં ભરપૂર વિટામીન હોવાથી તે પણ વજનને નિયંત્રણ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને અટકાવે છે. સાથે સાથે રસોઈમાં ઘી માખણને બદલે સૂર્યમુખીનું તેલ, ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી તે પણ નસોમાં જામેલ ગંદકીને ઉખાડી ફેંકે છે.સાથે જ ચરબીયુક્ત માછલીમાં ઓમેગા 3 ખુબ હોવાથી તે પણ નશોની ગંદકી દૂર કરે છે. જે પ્રોટીનની સાથે હેલ્ધી ફેટ્સ પણ આપે છે.

હાઇ કોલેસ્ટ્રોલના પેશન્ટે ડાયટમાં રાખવુ ખાસ ધ્યાન, ભૂલથી પણ ન ખાતા આ ચીજો,  મુકાશો મુશ્કેલીમાં | what not to eat while high cholesterol

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ