બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / consume these 5 foods especially to increase the brightness of the eyes

હેલ્થ ટિપ્સ / વૃદ્ધો જ નહીં, હવે યુવાનો-બાળકોને આવી રહ્યા છે ચશ્માના નંબર, આંખોની રોશની વધારવા માટે ખાસ આ 5 ફૂડનું કરો સેવન

Pooja Khunti

Last Updated: 08:13 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Eyesight: દિવસેને દિવસે લોકોમાં નબળી દ્રષ્ટિની સમસ્યા વધી રહી છે. તમારી આંખોને ચશ્માથી બચાવવા માંગતા હોય તો આ વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો.

  • પાલક શરીરની સાથે આંખોની દ્રષ્ટિ માટે પણ ફાયદાકારક
  • આંખોની દ્રષ્ટિ વધારવા માટે આંબળાનું સેવન કરવું 
  • બદામનાં સેવનથી મગજ શક્તિ અને આંખોની દ્રષ્ટિ વધે 

બીટ 
આજકાલ નબળી દ્રષ્ટિની સમસ્યા વધી રહી છે. ઘણા લોકોને ચશ્મા પહેરવા બિલકુલ પસંદ નથી. તમારી આંખોની દ્રષ્ટિને સુરક્ષિત રાખવા માટે તમારે દરરોજ બીટનું સેવન કરવું જોઈએ. બીટની અંદર લ્યુટીન અને ઝેક્સાન્થિન તત્વો હોય છે જે આંખોની દ્રષ્ટિને વધારે છે.

પાલક 
પાલક શરીર માટે ઘણી ફાયદાકારક છે. તેને ખાવાથી શરીરની અંદર તાકત આવે છે. પાલક શરીરની સાથે આંખોની દ્રષ્ટિ માટે પણ ફાયદાકારક છે. 

આંબળા
આંખોની દ્રષ્ટિ વધારવા માટે આંબળાનું સેવન કરવું જોઈએ. તેની અંદર આયર્ન, વિટામિન C, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. 

બદામ 
દરરોજ સવારે બદામનું સેવન કરવું જોઈએ. બદામનાં સેવનથી મગજ શક્તિ અને આંખોની દ્રષ્ટિ વધે છે. 

માછલી 
તમારા આહારની અંદર માછલીને પણ સામેલ કરી શકો. તેની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે આંખોની દ્રષ્ટિને વધારવા માટે ઘણું ફાયદાકારક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ