બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / consume makhana milk for amazing benefits health tips

Health Tips / નિયમિત કરો મખાનાના દૂધનું સેવન, પાચન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થવાની સાથે મળશે ભરપૂર કેલ્શિયમ

Arohi

Last Updated: 04:19 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મખાનાના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. સાથે જ આ દૂધનું દરરોજ સેવન કરવાથી પાચન સબંધિત મુશ્કેલીઓ જેવી કે કબજિયાત, પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું જેવી સમસ્યામાં રાહત મળે છે.

  • દરરોજ પીવો મખાનાનું દૂધ 
  • સ્વાસ્થ્યને મળશે આ લાભ 
  • મળશે ભરપૂર માત્રામાં કેલ્શિયમ 

મખાના વાળુ દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે મખાનાને દૂધમાં ઉકાળવા પડે છે. તેનાથી પાચન સંબંધી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. મખાનાના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આવો જાણીએ મખાનાના દૂધમાંથી મળતા ફાયદાઓ વિશે. 

નિયમિત કરો મખાનાના દૂધનું સેવન 
મખાનામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો અપાવવાનું કામ કરે છે. મખાનું દૂધ કબજિયાત, પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું જેવી સમસ્યામાં રાહત આપે છે. તમે આ દૂધનું નિયમિત સેવન કરી શકો છો.

ડાયાબિટીસના દર્દી માટે છે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દી માટે મખાનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. આ દૂધ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મખાનામાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. તે ડાયાબિટીસના લક્ષણોથી બચાવવાનું કામ કરે છે.

સાંધાના દુખાવાને દૂર કરે છે 
મખાણના દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. તેનાથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે. તે સોજાની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે.

નબળાઈ 
મખાના દૂધમાં પ્રોટીન હોય છે. તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. આ દૂધ તમારી એનર્જી જાળવી રાખવાનું કામ કરે છે. તે નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. સાથે તે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ